________________
१४०
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :- ઈશાન કલ્પમાં અઠ્યાવીસ લાખ વિમાન આવાસ છે.
५ जीवे णं देवगइम्मि बंधमाणे णामस्स कमस्स अट्ठावीसं उत्तरपगडीओ णिबंधइ । तं जहा- देवगइणामं पंचिदियजाइणामं, वेडव्वियसरीरणामं, तेयगसरीरणामं, कम्मणसरीरणामं, समचउरंससंठाणणामं, वेडव्विय सरीरंगोवंगणामं, वण्णणामं, गंधणामं, रसणामं, फासणामं, देवाणुपुव्विणामं, अगुरुलहु हुणामं, उवघायणामं, पराघायणामं, उस्सासणाम , पसत्थविहायोगइणामं, तसणामं, बायरणामं, पज्जत्तणामं, पत्तेयसरीरणामं, थिराथिराणं, सुभासुभाणं, आएज्जाणारज्जाणं, दोन्हं अण्णयरं एगं णामं णिबंधइ, सुभगणामं, सुस्सरणामं, जसोकित्तिणामं, णिम्माणणामं ।
,
ભાવાર્થ :- દેવગતિને બાંધનારો જીવ નામકર્મની અઠ્યાવીસ ઉત્તર પ્રકૃતિઓને બાંધે છે, તે આ પ્રમાણે છે ૧. દેવગતિ નામ ૨. પંચેન્દ્રિયજાતિ નામ ૩. વૈક્રિયશરીર નામ ૪. તેજસશરીર નામ ૫. કાર્યણશરીર નામ ૬. સમચતુરસસંસ્થાન નામ ૭. વૈક્રિયશરીર અંગોપાંગ નામ ૮. વર્ણ નામ ૯. ગંધ નામ ૧૦. રસ નામ ૧૧. સ્પર્શ નામ ૧૨. દેવાનુપૂર્વી નામ ૧૩. અગુરુલઘુ નામ ૧૪. ઉપઘાત નામ ૧૫. પરાઘાત નામ ૧૬. ઉચ્છ્વાસ નામ ૧૭. પ્રશસ્ત વિહાયોગતિ નામ ૧૮. ત્રસ નામ ૧૯. બાદર નામ ૨૦. પર્યાપ્ત નામ ૨૧. પ્રત્યેક શરીર નામ ૨૨. સ્થિર—અસ્થિર નામમાંથી કોઈ પણ એક ૨૩. શુભ-અશુભ નામમાંથી કોઈ પણ એક ૨૪. આદેય–અનાદેય નામમાંથી કોઈ પણ એક ૨૫. સુભગ નામ ૨૬. સુસ્વર નામ ૨૭. યશકીર્તિ નામ ૨૮. નિર્માણ નામ; આ અઠ્યાવીસ પ્રકૃતિઓને બાંધે છે.
६ एवं चेव णेरइया वि, णाणत्तं- अप्पसत्थविहायोगइणामं हुंडगसं ठाणणामं अथिरणामं दुब्भगणामं असुभणामं दुस्सरणामं अणादिज्जणामं अजसोकित्तिणामं णिम्माणणामं ।
भावार्थ :- આ રીતે નરકગતિને બાંધનાર જીવ પણ નામ કર્મની અઠયાવીસ પ્રકૃતિઓને બાંધે છે પરંતુ વિશેષતા એ છે કે નરકગતિવાળો જીવ પ્રશસ્ત પ્રકૃતિને બદલે અપ્રશસ્ત પ્રકૃતિને બાંધે છે, જેમ કે– અપ્રશસ્ત વિહાયોગતિ નામ, હુડક સંસ્થાન નામ, અસ્થિર નામ, દુર્ભગ નામ, અશુભ નામ, દુઃસ્વર નામ, અનાદેય નામ, અયશકીર્તિ નામ અને નિર્માણ નામ.
७
इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं अट्ठावीसं पलिओवमाइं ठिई पण्णत्ता । अहे सत्तमाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं अट्ठावीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं