________________
અઠ્યાવીસ સમવાય.
[ ૧૩૯ ]
घाणिंदियईहा १३, जिभिदियईहा १४, फासिंदियइहा १५, णोइंदियईहा १६, सोइंदियावाए १७, चक्खिदियावाए १८, घाणिदियावाए १९, जिभिदियावाए २०, फासिंदियावाए २१, णोइदियावाए २२, सोइदिय धारणा २३, चक्खिदिय धारणा २४, घाणिदिय धारणा २५, जिभिदिय धारणा २६, फासिदिय धारणा २७, णोइदिय धारणा २८ । ભાવાર્થ – આભિનિબોધિક જ્ઞાનના અઠયાવીસ પ્રકાર છે, જેમ કે– (૧) શ્રોતેન્દ્રિય અર્થાવગ્રહ (૨) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ(૩) ઘ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ(૪) જિલૅન્દ્રિય અર્થાવગ્રહ(૫) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ (૬) નોઈદ્રિય અર્થાવગ્રહ(૭) શ્રોતેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૮) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ(૯) જિલૅન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧૦) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧૧) શ્રોતેન્દ્રિય ઈહા (૧૨) ચક્ષુરિન્દ્રિય ઈહા (૧૩) ધ્રાણેન્દ્રિય ઈહા (૧૪) જિલૅન્દ્રિય ઈહા (૧૫) સ્પર્શેન્દ્રિય ઈહા (૧૬) નોઈદ્રિય ઈહા (૧૭) શ્રોતેન્દ્રિય અવાય (૧૮) ચક્ષુરિન્દ્રિય અવાય (૧૯) ધ્રાણેન્દ્રિય અવાય (૨૦) જિહેન્દ્રિય અવાય (૨૧) સ્પર્શેન્દ્રિય અવાય (૨૨) નોઈદ્રિય અવાય (૨૩) શ્રોતેન્દ્રિય ધારણા (૨૪) ચક્ષુરિન્દ્રિય ધારણા (૨૫) ઘ્રાણેન્દ્રિય ધારણા (ર) જિહેન્દ્રિય ધારણા (૨૭) સ્પર્શેન્દ્રિય ધારણા (૨૮) નોઈન્દ્રિય ધારણા. વિવેચન :
કોઈ પણ પદાર્થ જાણતાં પહેલાં આ કંઈક છે' એવો અસ્પષ્ટ આભાસ થાય છે, તેને દર્શન કહે છે. ત્યાર પછી તરત જ કંઈક સ્પષ્ટ પરંતુ અવ્યક્ત બોધ થાય છે, તેને વ્યંજનાવગ્રહ કહે છે. ત્યાર પછી 'આ મનુષ્ય છે', એવું સામાન્ય જ્ઞાન થાય તેને અર્થાવગ્રહ કહે છે. ત્યાર પછી તે જાણવાની ઈચ્છા થાય છે કે આ મનુષ્ય બંગાળી છે કે મદ્રાસી? આ જિજ્ઞાસા પછી આ મદ્રાસી હોવો જોઇએ, તેવા નિશ્ચય તરફ ઢળતા જ્ઞાનને ઈહા કહે છે. પછી તેની બોલી વગેરે સાંભળીને નિશ્ચય થઈ જાય છે કે આ બંગાળી નથી પણ મદ્રાસી જ છે, આ પ્રમાણે નિશ્ચયાત્મક જ્ઞાનને અવાય કહે છે. તે જ જ્ઞાન જ્યારે દઢ થઈ જાય ત્યારે તેને ધારણા કહે છે. સ્મરણ સ્વયં ધારણાનું એક અંગ છે.
| મન અને ચક્ષુરિન્દ્રિયથી વ્યંજનાવગ્રહ થતો નથી કેમ કે, તેમાં જોયેલી કે વિચારેલી વસ્તુ વ્યક્ત જ થઈ જાય છે, પરંતુ વ્યંજનાવગ્રહમાં વસ્તુ અથવા જ્ઞાન અવ્યક્ત (અસ્પષ્ટ) હોય છે. અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચારે ય જ્ઞાન પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનથી થાય છે તેથી આ ચારને છ થીગુણતા (૪૪૬૨૪) ચોવીસ ભેદ થાય છે. મન અને ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે તેથી તે ચાર ભેદોને ઉપરના ચોવીસ ભેદોની સાથે જોડી દેવાથી (૨૪+૪=૨૮) અઠ્યાવીસ ભેદ આભિનિબોધિક જ્ઞાનના છે. મનને 'નોઈન્દ્રિય' કહે છે, કેમ કે તે બહાર દેખાતું નથી, પરંતુ વિચાર દ્વારા તેના અસ્તિત્વનું પરિજ્ઞાન અવશ્ય થાય છે.
| ४ ईसाणे णं कप्पे अट्ठावीसं विमाणावास सयसहस्सा पण्णत्ता ।