________________
[ ૧૩૮]
શ્રી સમવાયાંગ સૂત્ર
વિવેચન :
કોઈ પણ પ્રાયશ્ચિત્ત ચાલતું હોય તેમાં ઓછામાં ઓછી પાંચ દિવસની આરોપણા કરવામાં આવે છે, પછી પાંચ-પાંચ દિવસ વધારીને આરોપણા કરી શકાય છે. એમ ચાર મહિના સુધીના ચોવીસ વિકલ્પ થાય.
(૨૫) ઉત્તરગુણ વગેરે હળવા દોષનું લઘુ પ્રાયશ્ચિત્ત હોય તેને,"૩યા' કહેવાય અને (૨૬)મૂળ ગુણમાં કે બીજા કોઈ ભારે દોષ હોય તો તેનું ગુરુ પ્રાયશ્ચિત્ત હોય છે, તેને જ "અનુયાય' કહેવાય છે. (૨)છટ વિનાની સંપૂર્ણ એક મહિના વગેરેની આરોપણા કરવી, તે આ "@fસ' નામની સત્યાવીસમી આરોપણા છે. (૨૮) છૂટ આપીને મહિનાની આરોપણા (પ્રાયશ્ચિત)ને પંદર દિવસ અને બે મહિનાની આરોપણાને વીસ દિવસની આરોપણા કરવી તે "અકસિણા" નામની અઠ્યાવીસમી આરોપણા છે.
२ भवसिद्धियाणं जीवाणं अत्थेगइयाणं मोहणिज्जस्स कम्मस्स अट्ठावीसं कम्मंसा संतकम्मा पण्णत्ता । तं जहा- सम्मत्तवेयणिज्ज मिच्छत्तवेयणिज्ज सम्मामिच्छत्तवेयणिज्ज, सोलस कसाया, णव णोकसाया ।
ભાવાર્થ :- કેટલાક ભવ્ય સિદ્ધિક જીવોને મોહનીય કર્મની અઠ્યાવીસ પ્રકૃતિ સત્તામાં હોય છે, જેમ કે સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય અને મિશ્ર વેદનીય, સોળ કષાય અને નવ નોકષાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ સાથે મોહનીયના બદલે વેદનીય શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીં આઠ કર્મમાં ત્રીજું વેદનીય કર્મ ગ્રહણ કરવાનું નથી. વેદન કરવું, ભોગવવું, ઉદયમાં આવતા કર્મનું ફળ અનુભવવાના અર્થમાં 'વેદનીય' શબ્દનો પ્રયોગ થયો છે. અત્થના મિિાન- કેટલાક ભવ્ય સિદ્ધિક પ્રયોગથી સમ્યકત્વને પ્રાપ્ત ભવ્યસિદ્ધિક જીવોનું ગ્રહણ થાય છે કારણકે તેને જ મોહનીયની ૨૮ પ્રકૃતિની સતા સંભવે છે. પ્રથમવાર સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે સમક્તિ મોહનીય અને મિશ્રમોહનીય પ્રકૃતિ સતાને પ્રાપ્ત થાય છે. અનાદિ મિથ્યાત્વી ભવસિદ્ધિક જીવને ૨૬ પ્રકૃતિજ સત્તામાં હોય છે. | ३ आभिणिबोहियणाणे अट्ठावीसविहे पण्णत्ते । तं जहा- सोइंदिय
अत्थावग्गहे १, चक्खिदिय अत्थावग्गहे २, घाणिंदिय अत्थावग्गहे ३, जिभिदिय अत्थावग्गहे ४, फासिदिय अत्थावग्गहे ५, णोइंदिय अत्थावग्गहे ६, सोइंदिय वंजणोग्गहे ७, घाणिंदिय वंजणोग्गहे ८, जिभिदिय वंजणोवग्गहे ९, फासिदिय वंजणोग्गहे १०, सोइंदियईहा ११, चक्खिदियईहा १२,