________________
અઠ્યાવીસ સમવાય
૧૩૭
- અઠયાવીસમું સમવાય - PETEzzzzzzzzz
પરિચય :
આ સમવાયમાં અઠયાવીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું કથન છે, યથા – આચાર કલ્પના અઠ્યાવીસ પ્રકાર, ભવસિદ્ધિક જીવોમાં મોહનીય કર્મની અઠ્યાવીસ પ્રકૃતિઓ, આભિનિબોધિક જ્ઞાનના અઠ્યાવીસ પ્રકાર, ઈશાન કલ્પમાં અઠ્યાવીસ લાખ વિમાન, દેવગતિ નામકર્મ બાંધનારા જીવોને નામકર્મની અઠ્યાવીસ પ્રકૃતિઓનો બંધ, નરકગતિ નામકર્મ બાંધનારા જીવોને પણ અઠ્યાવીસ અશુભ પ્રકૃતિઓનો બંધ, નારકી અને દેવોની અઠ્યાવીસ પલ્યોપમ અને અઠ્યાવીસ સાગરોપમની સ્થિતિનું વર્ણન છે અને અંતે અઠ્યાવીસ ભવ કરી મોક્ષમાં જનારા જીવોનો ઉલ્લેખ છે.
|१ अट्ठावीसविहे आयारपकप्पे पण्णत्ते, तं जहा- १. पंचराई आरोवणा २. दसराई आरोवणा ३. पण्णरस राई आरोवणा ४. वीसइ राई आरोवण्णा ५. पणवीसइ राई आरोवणा ६. मासिआ आरोवणा ७. सपंचराई मासिआ आरोवणा ८. सदसराई मासिया आरोवणा ९. सपण्णरसराई मासिआ आरोवणा १०. सवीसइ राई मासिआ आरोवणा ११. सपणवीसइराई मासिआ आरोवणा १२. दो मासिआ आरोवणा १३. सपंचराई दो मासिआ आरोवणा एवं जाव १९-२४. चउमासिआ आरोवणा २५. उग्घाइया आरोवणा २६. अणुग्घाइया आरोवणा २७. कसिणा आरोवणा २८. अकसिणा आरोवणा। एतावताव आयरपकप्पे एतावताव आयरियव्वे ।
ભાવાર્થ :- આચારકલ્પના અઠ્યાવીસ પ્રકાર છે, જેમ કે– ૧. પાંચ દિવસની આરોપણા ૨. દસ દિવસની આરોપણા ૩. પંદર દિવસની આરોપણા ૪. વીસ દિવસની આરોપણા ૫. પચ્ચીસ દિવસની આરોપણા ૬. એક મહિનાની આરોપણા ૭. એક મહિનો અને પાંચ દિવસની આરોપણા ૮. એક મહિનો અને દસ દિવસની આરોપણા ૯. એક મહિનો અને પંદર દિવસની આરોપણા ૧૦. એક મહિનો અને વીસ દિવસની આરોપણા ૧૧. એક મહિનો અને પચ્ચીસ દિવસની આરોપણા ૧૨. બે મહિનાની આરોપણા ૧૩. બે મહિના અને પાંચ દિવસની આરોપણા આ પ્રકારે યાવત (પાંચ પાંચ દિવસ વધારતાં) ૧૯-૨૪. ચાર મહિનાની આરોપણા ૨૫. લઘુ પ્રાયશ્ચિત્ત આરોપણા ૨૬. ગુરુ પ્રાયશ્ચિત્ત આરોપણા ૨૭. પૂર્ણ આરોપણા ૨૮. અપૂર્ણ આરોપણા.