________________
[ ૧૩૦]
શ્રી સમવાયાંગ સૂત્ર
- છવ્વીસમું સમવાય | zezzzzzzzzzzz
પરિચય :
આ સમવાયમાં છવ્વીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું કથન છે, યથા-દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પસૂત્ર તથા વ્યવહાર સૂત્રના છવ્વીસ ઉદ્દેશનકાલ, અભવ્ય જીવોની મોહનીય કર્મની છવ્વીસ પ્રકૃતિઓ, નારકીઓ અને અને દેવોની છવ્વીસ પલ્યોપમ અને છવ્વીસ સાગરોપમની સ્થિતિનું વર્ણન અને છવ્વીસ ભવ કરી મુક્ત થનારા જીવોનો ઉલ્લેખ છે. | १ छव्वीसं दसकप्पववहाराणं उद्देसणकाला पण्णत्ता, तं जहा- दस दसाणं, छ कप्पस्स, दस ववहारस्स ।
ભાવાર્થ :- દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહકલ્પ સૂત્ર અને વ્યવહાર સૂત્રના છવ્વીસ ઉદ્દેશન કાલ છે, જેમ કે- દશાશ્રુત સ્કંધસૂત્રના દશ, બૃહત્કલ્પસૂત્રના છે અને વ્યવહારસૂત્રના દસ, આ પ્રમાણે છવ્વીસ ઉદ્દેશનકાલ છે.
વિવેચન :
આગમ અથવા શાસ્ત્રની વાચના આપવાના કાળને ઉદ્દેશનકાળ કહે છે. જે શ્રુતસ્કંધમાં જેટલાં અધ્યયન અથવા જે અધ્યયનમાં જેટલા ઉદ્દેશક હોય છે, તેટલા તેના ઉદ્દેશનકાળ પણ હોય છે. અહીં બે સૂત્રમાં ઉદ્દેશક છે અને એક સૂત્રમાં દશા' છે. તે બધાની સંખ્યા છવ્વીસ થાય છે.
२ अभवसिद्धियाणं जीवाणं मोहणिज्जस्स कम्मस्स छव्वीसं कम्मंसा संतकम्मा पण्णत्ता, त जहा- मिच्छत्तमोहणिज्ज, सोलस कसाया, इत्थीवेए પુરવે નપુસવવેદ, હા, અરતિ, તિ, મય, સોજા, કુણુંછ I
અભવ્ય સિદ્ધિક જીવોને મોહનીય કર્મની છવ્વીસ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે, જેમકે –(૧) મિથ્યાત્વ મોહનીય (૨–૧૭) સોળ કષાય (૧૮) સ્ત્રીવેદ (૧૯) પુરુષવેદ (૨૦) નપુંસકવેદ (૨૧) હાસ્ય (૨૨) અરતિ (૨૩) રતિ (૨૪) ભય (૨૫) શોક (૨૬) જુગુપ્સા. વિવેચન :
મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે. તેમાં દર્શન મોહનીયની (૧) મિથ્યાત્વ મોહનીય. (૨)