________________
છવ્વીસમું સમવાય
મિશ્રમોહનીય અને (૩) સમકિત મોહનીય,આ ત્રણ પ્રકૃતિ છે. તેમાંથી બંધ યોગ્ય એક મિથ્યાત્વ મોહનીય જ છે. અર્થાત્ મોહનીયકર્મની ૨૬ પ્રકૃતિ બંધ યોગ્ય છે.
૧૩૧
જ્યારે કોઈ જીવ સર્વ પ્રથમ વાર સમ્યગ્ દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે તે જીવ મિથ્યાત્વ મોહનીયના દલિકોના ત્રણ પુંજ કરે છે. એટલે કે મિથ્યાત્વ મોહનીયના દલિકોનું શુદ્ધિકરણ કરે છે. શુદ્ધ થયેલા દલિકો સમકિત મોહનીય, અર્ધશુદ્ધ થયેલા દલિકો મિશ્ર મોહનીય કહેવાય છે અને અશુદ્ધ પુંજ મિથ્યાત્ત્વ મોહનીય રૂપે જ રહે છે. આ રીતે ત્રણ પુંજની પ્રક્રિયા પછી મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય સતાને પ્રાપ્ત થાય છે. ત્યારે તે જીવને મોહનીય કર્મની અઠયાવીસ પ્રકૃતિઓની સત્તા થાય છે. અભવ્ય જીવ ક્યારે ય સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરતા નથી તેથી તે જીવો અનાદિ મિથ્યાત્વ મોહનીયકર્મ દલિકોના ત્રણ પુંજ પણ કરી શકતા નથી તેથી તેને હંમેશાં મોહનીય કર્મની છવ્વીસ પ્રકૃતિઓ જ સત્તામાં રહે છે. મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીયની સત્તા તેને હોતી નથી.
३ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं छव्वीसं पलिओवमाइं ठिई पण्णत्ता । अहेसत्तमाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं छव्वीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं छव्वीसं पलिओवमाइं ठिई पण्णत्ता | सोहम्मीसाणेसु णं कप्पेसु अत्थेगइयाणं देवाणं छव्वीसं पलिओवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ છવ્વીસ પલ્યોપમની છે. અધસ્તન સાતમી મહાતમઃપ્રભાનરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ છવ્વીસ પલ્યોપમની છે. સૌધર્મ– ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ છવ્વીસ પલ્યોપમ છે.
४ मज्झिम मज्झिम गेवेज्जयाणं देवाणं जहण्णेणं छव्वीसं सागरोवमाइं ठिई पण्णत्ता । जे देवा मज्झिम हेट्ठिम गेवेज्जय विमाणेसु देवत्ताए उववण्णा तेसि णं देवाणं उक्कोसेणं छव्वीसं सागरोवमाई ठिई पण्णत्ता । तेणं देवा छव्वीसाए अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, णीससंति वा । तेसि णं देवाणं छव्वीसं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ ।
ભાવાર્થ :- મધ્યમ મધ્યમ (પાંચમાં) ત્રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે, જે દેવ મધ્યમ અધસ્તન (ચોથા) ત્રૈવેયક વિમાનોમાં દેવરુપ ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. તે દેવો છવ્વીસ અર્ધમાસે (તેર મહિને) આન–પ્રાણ, ઉચ્છ્વાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને છવ્વીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.