________________
| પચ્ચીસમું સમવાય
૧૨૯
ભાવાર્થ :- રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ પચ્ચીસ પલ્યોપમ છે. અધખમ અર્થાત સાતમી મહાતમ પ્રભાનરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ પચ્ચીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પચ્ચીસ પલ્યોપમની છે. સૌધર્મ-ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પચ્ચીસ પલ્યોપમની છે.
८ मज्झिमहेट्ठिमगेवेज्जाणं देवाणं जहण्णेणं पणवीसं सागरोवमाइं ठिई पण्णत्ता । जे देवा हेट्ठिमउवरिमगेवेज्जगविमाणेसु देवत्ताए उववण्णा, तेसि णं देवाणं उक्कोसेणं पणवीसं सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा पणवीसाए अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, णिस्ससंति वा । तेसि णं देवाणं पणवीसं वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- મધ્યમ અધસ્તન (ચોથા) રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ પચ્ચીસ સાગરોપમ છે. જે દેવ અધસ્તન ઉપરિમ (ત્રીજા) રૈવેયક વિમાનોમાં દેવરૂપેથી ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પચ્ચીસ સાગરોપમની છે. તે દેવ પચ્ચીસ અર્ધમાસે (સાડા બાર મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને પચ્ચીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. |९संतेगइया भवसिद्धिया जीवा जे पणवीसाए भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति ।
ભાવાર્થ :- કેટલાક ભવ્યસિદ્ધિક જીવો પચ્ચીસ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-રપ સંપૂર્ણ