________________
૧૨૮
શ્રી સમવાયાંગ સૂત્ર
णं महाणईओ पणवीसं गाउयाणि पुहुत्तेणं मकरमुहपवित्तिएणं मुत्तावलिहारसंठिएणं पवातेण पडंति ।
ભાવાર્થ :- ગંગા, સિંધુ મહાનદીઓ પચ્ચીસ ગાઉ મોટા ઘડાના મુખની સમાન મુખથી નીકળીને મુક્તાવલીના હારના આકારવાળા ધોધરૂપે બન્ને દિશાઓમાં (પૂર્વથી ગંગા અને પશ્ચિમથી સિંધુ) ઉપરથી નીચે પડે છે. તેવી જ રીતે રક્તા–રક્તવતી મહાનદીઓ પણ પચ્ચીસ ગાઉ મોટા મગરના મુખની સમાન મુખથી નીકળીને મુક્તાવલી હારના આકારવાળા ધોધરૂપે બન્ને દિશાઓમાં (પૂર્વથી રક્તા અને પશ્ચિમથી રક્તવતી) ઉપરથી નીચે પડે છે.
વિવેચન :
ચુલ્લહિમવંત વર્ષધર પર્વત ઉપર સ્થિત પદ્મદ્રહના પૂર્વતોરણ દ્વારથી ગંગાનદી અને પશ્ચિમ દિશાના તોરણ દ્વારથી સિન્ધુ નદી નીકળે છે. એવી રીતે શિખરી પર્વત ઉપર સ્થિત પુંડરીકદ્રહના પૂર્વી તોરણદ્વારથી રક્તા મહાનદી અને પશ્ચિમી તોરણ દ્વારથી રક્તવતી મહાનદી નીકળે છે. એ ચારે મહાનદીઓ દ્રહોમાંથી નીકળીને પહેલા પાંચસો પાંચસો યોજન સુધી પર્વતની ઉપર જ વહે છે, ત્યાર પછી ગંગા, સિંધુનદી ભરત ક્ષેત્રની તરફ દક્ષિણાભિમુખ થઈને અને રક્તા, રક્તવતી નદી ઐરાવત ક્ષેત્રની તરફ ઉત્તરાભિમુખ થઈને પૃથ્વી પર અવસ્થિત પોતાના નામવાળા ગંગાકુંડ આદિ પ્રપાત કુંડોમાં પડે છે. પર્વતથી પડવાના સ્થાન પર તેને નીકળવા માટે મોટા વજમય મુખ બનેલા છે, તેનું મુખ પર્વતની તરફ ઘડાના મુખ સમાન ગોળ છે અને ભરત આદિ ક્ષેત્રોની તરફ મગરના મુખની લાંબી જીભ સમાન છે તથા પર્વતથી નીચે ભૂમિ તરફ પડતી પાણીની ધારા મોતીઓના હજાર સેરવાળા હારની સમાન દેખાય છે. આ જલધારા પચ્ચીસ ગાઉ અથવા સવા છ યોજન પહોળી થાય છે. (અહીં મૂળ પાઠમાં ગંગા સિંધુને માટે ઘડાના મુખનો આકાર અને રક્ત–રક્તવતી માટે મગરના મુખનો આકાર કહ્યો છે, તેમાં જંબૂદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સાથે તાત્ત્વિક વિરોધ નથી. વસ્તુતઃ નદીમુખ પર્વત તરફ ઘડાકારે છે અને ક્ષેત્રતરફ મગરના મુખાકારે છે. અહીં એક—એક બાજુના આકારનું કથન કર્યું છે.)
६ लोगबिंदुसारस्स णं पुव्वस पणवीसं वत्थू पण्णत्ता । ભાવાર્થ :- લોકબિન્દુસાર નામના ચૌદમા પૂર્વમાં પચ્ચીસ વસ્તુ (અર્થાધિકાર) છે.
७ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं पणवीसं पलिओवमाइं ठिई पण्णत्ता अहेसत्तमाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं पणवीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं पणवीसं पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु देवाणं अत्थेगइयाणं पणवीसं पलिओवमाइं ठिई पण्णत्ता ।