________________
પચ્ચીસમું સમવાય
૧૨૭
પ્રકલ્પ શબ્દથી નિશીથસૂત્રના ત્રણ અધ્યયન ગ્રહણ થાય છે. આ રીતે આ ચાર પ્રકલ્પના અધ્યયન છે. અહીં વિમુક્તિ અને નિશીથ અધ્યયનનું પચ્ચીસામા ક્રમાંકમાં સાથે ગ્રહણ કર્યુ છે.
४
मिच्छादिट्ठिविगलिंदिए णं अपज्जत्तए संकिलिट्ठपरिणामे णामस्स कम्मस्स पणवीसं उत्तरपयडीओ णिबंधइ, तं जहा - तिरियगतिणामं विगलिंदिय- जातिणामं ओरालियसरीरणामं तेअगसरीरणामं कम्मणसरीरणामं, हुंडठाणणामं, ओरालिअसरीरंगोवंगणामं छेवट्ठसंघयणणामं, वण्णणामं, गंधणामं, रसणामं, પાસળામ, તિરિયાળુપુબ્લિગામ, અનુ તદુગામ, વવાયખામ, તલગામ, વાવગામ, અપાત્તયગામ, પત્તેયસરીગામ, અધિગામ, અસુમળામ, દુશ્મનનામ, अणादेज्जणामं, अजसोकित्तिणामं, णिम्माणणामं ।
ભાવાર્થ :- સંક્લિષ્ટ પરિણામવાળા અપર્યાપ્તક મિથ્યાદષ્ટિ વિકલેન્દ્રિય જીવો નામ કર્મની પચ્ચીસ ઉત્તર પ્રકૃતિઓ બાંધે છે, જેમ કે– (૧) તિર્યંચગતિ નામ (૨) વિકલેન્દ્રિયજાતિ નામ (૩) ઔદારિકશરીર નામ (૪) તેજસશરીર નામ (૫) કાર્યણશરીર નામ (૬) હુંડસંસ્થાનનામ (૭) ઔદારિકશરીર અંગોપાંગ નામ (૮) છેવટુ (સેવાર્તા) સંહનનનામ (૯) વર્ણનામ (૧૦)ગંધનામ (૧૧) રસનામ (૧૨) સ્પશનામ (૧૩) તિર્યંચ અનુપૂર્વીનામ (૧૪) અગુરુલઘુનામ (૧૫) ઉપઘાતનામ (૧૬) ત્રસનામ (૧૭)બાદર નામ (૧૮) અપર્યાપ્તનામ (૧૯) પ્રત્યેકશરીરનામ (૨૦) અસ્થિરનામ (૨૧) અશુભનામ (૨૨) દુર્ભાગ નામ (૨૩) અનાદેયનામ (૨૪) અપયશકીર્તિનામ (૨૫) નિર્માણનામ.
વિવેચન :
અત્યંત સંકલેશ પરિણામોથી યુક્ત મિથ્યાદષ્ટિ અપર્યાપ્તક વિકલેન્દ્રિય જીવ નામકર્મની આ પચ્ચીસ પ્રકૃતિઓ બાંધે છે.
विगलिंदिय जातिणामं વિકલેન્દ્રિય જાતિનામ. આગમમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને વિગલેન્દ્રિય સંજ્ઞા આપવામાં આવી છે, પરંતુ નામકર્મની પ્રકૃતિઓમાં જાતિ નામ કર્મમાં વિગલેન્દ્રિયજાતિનામકર્મ નથી. ત્યાં નામકર્મની ૧૪ પિંડપ્રકૃતિમાં જાતિનામ કર્મ છે અને તેની ઉત્તર પ્રકૃતિ પાંચ છે,– ૧. એકન્દ્રિય જાતિનામ. ૨. બેઈન્દ્રિય જાતિનામ. ૩. તેન્દ્રિય જાતિનામ. ૪. ચૌઈન્દ્રિય જાતિ નામ અને ૫. પંચેન્દ્રિય જાતિનામ, આ પાંચ પ્રકારનું કથન છે. અહીં પચ્ચીસમા પચ્ચીસ પ્રકૃતિઓનું સંકલન કરવા શાસ્ત્રપ્રકારે બેઈન્દ્રિય,તેન્દ્રિય, ચૌરેન્દ્રિયનું પૃથક્ પૃથક્ કથન ન કરતાં સમુચ્ચય રીતે વિકલેન્દ્રિયજાતિનામ શબ્દનો પ્રયોગ કર્યો છે.
-
५ गंगा-सिंधूओ णं महाणईओ पणवीसं गाउयाणि पुहुत्तेणं दुहओ घडमुहपवित्तिएणं मुत्तावलिहारसंठिएणं पवातेण पडंति । रत्ता-रत्तावईओ