________________
પચ્ચીસમું સમવાય
૧૨૩.
આદિ ગ્રહણ કરવાં ૪. સાધર્મિક સાધુનાં ઉપકરણોની આજ્ઞા લઈ ઉપયોગ કરવો ૫. સાધારણ સામૂહિક આહાર હોય, તો તેની આજ્ઞા લઈને વાપરવો મૈથુન વિરમણ મહાવ્રતની પાંચ ભાવના, જેમ કે૧. સ્ત્રી, પુરુષ, નપુંસકથી સંસક્ત શયન આસનનો ત્યાગ કરવો ૨. સ્ત્રી કથાનો ત્યાગ કરવો ૩. સ્ત્રીના ઈન્દ્રિયો-અંગોપાંગ જોવાનો ત્યાગ કરવો ૪. પૂર્વક્રીડાનું સ્મરણ ન કરવું ૫. પ્રણિત આહારનો ત્યાગ કરવો. પરિગ્રહ વિરમણ મહાવતની પાંચ ભાવનાઓ, જેમ કે– ૧. શ્રોતેન્દ્રિય રાગોપરતિ ૨. ચક્ષુ ઈન્દ્રિય રાગોપરતિ ૩. ધ્રાણેન્દ્રિય રાગોપરતિ ૪. રસેન્દ્રિય રાગોપતિ અને ૫. સ્પર્શેન્દ્રિય રાગોપરતિ.
વિવેચન :
પ્રસ્તુ સૂત્રમાં મહાવ્રતોની ભાવનાઓનું કથન છે. ભાવનાઓ – ભાવના. જે સંકલ્પથી વિચારોને ભાવિત અથવા વાસિત કરવામાં આવે, તેને ભાવના કહે છે. તેનાથી અપાર બળ અને અપરિમિત શક્તિ મળે છે. ભાવનાઓનાં બળથી અસાધ્ય પણ સાધ્ય થઈ જાય છે. સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે કે જેની ભાવના શુદ્ધ છે, તે પાણીમાં નાવ સમાન છે, તે કિનારાને પ્રાપ્ત કરીને સર્વ દુઃખોનો અંત કરે છે, મુક્ત થઈ જાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ભક્તિ આદિ ભાવોથી આત્માને ભાવિત કરવામાં આવે, તે દરેક ભાવનાઓ છે. પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવના છે. તે મહાવ્રતોની સ્થિરતા અને પુષ્ટિ માટે છે.
મધ્યના બાવીસ તીર્થકરોના શાસનમાં ચાતુર્યામ ધર્મ હોય છે માટે અહીં પહેલા અને છેલ્લા તીર્થકરનું ગ્રહણ કર્યું છે. પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાન અને ચરમ તીર્થકર ભગવાન વર્ધમાન મહાવીર સ્વામીએ પંચ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો છે અને તેની રક્ષાને માટે પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓનું ચિંતન, મનન, આચરણ કરવાનું પણ વિધાન છે.
૧. અહિંસા મહાવ્રતની સુરક્ષા માટે આવશ્યક છે કે– (૧) ભૂમિ પર દષ્ટિ રાખીને જીવોની રક્ષા કરતાં ચાલવું જોઈએ (૨) મનની ચંચલતા ઉપર નિયંત્રણ રાખવું જોઈએ (૩) બોલવાના સમયે નિયંત્રણ રાખીને હિત, મિત, પ્રિય વચન બોલવું જોઈએ (૪) સૂર્યથી પ્રકાશિત સ્થાન પર સારી રીતે જોઈને ખાન-પાન કરવું અને (૫) વસ્ત્ર પાત્ર વગેરેને ઉપાડતા અને નીચે રાખતા સમયે સાવધાની રાખવી જોઈએ. આ પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના છે.
૨. સત્ય મહાવ્રતની રક્ષાને માટે આવશ્યક છે કે– (૧) ખૂબ વિચારીને બોલવું જોઈએ (૨) ક્રોધનો ત્યાગ કરવો જોઈએ(૩) લોભનો ત્યાગ કરવો જોઈએ (૪) ભયનો ત્યાગ કરવો જોઈએ (૫) હાસ્ય, મશ્કરીનો ત્યાગ કરવો જોઈએ. વિચાર કર્યા વિના બોલવાથી અસત્ય ભાષણની સંભાવના છે. ક્રોધના, લોભના અને ભયના આવેશ થી વ્યક્તિ અસત્ય બોલી શકે છે અને હાસ્ય મશ્કરીમાં, મજાક ઉડાવવામાં પણ અસત્યનો પ્રયોગ થાય છે. સત્ય મહાવ્રતની પૂર્ણ રક્ષા માટે વિચારીને બોલવું અને ક્રોધ, લોભ, ભય અને હાસ્યનો પરિત્યાગ કરવો આવશ્યક છે.
૩. અચૌર્ય મહાવ્રતની રક્ષાને માટે આવશ્યક છે કે – (૧) કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતાં પહેલાં