________________
[ ૧૨૨]
શ્રી સમવાયાંગ સૂત્ર
- પચ્ચીસમું સમવાય
|
પરિચય :
આ સમવાયમાં પચ્ચીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા– પ્રથમ અને અંતિમ તીર્થકરોનાં શાસનમાં પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ, મલ્લીનાથ ભગવાન પચ્ચીસ ધનુષ્ય ઊંચાઈ, વૈતાઢય પર્વતની પચ્ચીસ યોજનની ઊંચાઈ અને પચ્ચીસ ગાઉ ભૂમિમાં ઊંડાઈ, બીજી નરકના પચ્ચીસ લાખ નરકાવાસ, આચારાંગસૂત્રનાં પચ્ચીસ અધ્યયન, અપર્યાપ્ત મિથ્યાદષ્ટિ વિકસેન્દ્રિયને નામ કર્મની પચ્ચીસ ઉત્તર પ્રવૃતિઓનો બંધ, લોકબિન્દુસાર પૂર્વના પચ્ચીસ અર્થાધિકાર, નારકી અને દેવોની પચ્ચીસ પલ્યોપમ અને પચ્ચીસ સાગરોપમની સ્થિતિ તથા પચ્ચીસ ભવ કરીને મોક્ષમાં જનારા જીવો વગેરેનો ઉલ્લેખ છે. | १ . परिम-पच्छिमगाणं तित्थगराणं पंचजामस्स पणवीसं भावणाओ पण्णत्ताओ, तं जहा- ईरिआसमिई मणगुत्ती वयगुत्ती आलोयपाणभोयणं (માતોમાયામયન) મા-બંદુ-મત્ત- ળિજવMમિ ૬, अणुवीइभासणया कोहविवेगे लोभविवेगे भयविवेगे हासविवेगे ५, उग्गहअणुण्णवणया, उग्गहसीमजाणणया, सयमेव उग्गहं अणुगिण्हणया, साहम्मिय उग्गह अणुण्णविय परिभुजणया, साहारणभत्तपाण अणुण्णविय पडिभुजणया ५, इत्थी-पस-पंडगसंसत्तगसयणासणवज्जणया, इत्थीकहविवज्जणया, इत्थीणं इंदियाणमालोयणवज्जणया, पुव्वरय- पव्वकीलिआणं अणणुसरणया, पणीताहारविवज्जणया ५, सोइदियरागोवरई चक्खिदियरागोवरई घाणिदियरागोवरई जिभिदियरागोवरई फासिंदियरागोवरई ५ । ભાવાર્થ :- પ્રથમ અને અંતિમ તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ પંચયામ (પાંચ મહાવ્રત)ની પચ્ચીસ ભાવના છે, જેમ કે– પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતની પાંચ ભાવના -૧. ઈર્યાસમિતિ ૨. મનોગુપ્તિ ૩. વચન ગુપ્તિ ૪. આલોકિત પાન–ભોજન(આલોકિત આહાર–પાણી વાપરવા) ૫. આદાન ભાંડમાત્ર નિક્ષેપણા સમિતિ. મૃષાવાદ વિરમણ મહાવતની પાંચ ભાવના- ૧. વિચારીને બોલવું ૨. ક્રોધ વિવેક ૩. લોભ વિવેક ૪. ભય વિવેક ૫. હાસ્ય વિવેક. અદત્તાદાન વિરમણ મહાવ્રતની પાંચ ભાવના ૧. મકાનની આજ્ઞા લેવી ૨. મકાનમાં સીમાનો ખુલાસો કરી આજ્ઞા લેવી ૩. શક્રેન્દ્રની આજ્ઞા લઈ સ્વયમેવ તુણ, કંકર