________________
૧૨૪
શ્રી સમવાયાંગ સૂત્ર
તેના સ્વામીની આજ્ઞા અર્થાત્ સ્વીકૃતિ લેવી જોઈએ (૨) મકાનની સીમા કે મર્યાદાઓ નિશ્ચિત કરીને ત્યાર પછી મકાન ગ્રહણ કરવું જોઈએ. (૩) શકેન્દ્રની આજ્ઞા લઈને રેતી, પથ્થર વગેરે વસ્તુ ગ્રહણ કરવા (૪) પોતાના સાધર્મિકોની આજ્ઞા લઈને પછી જ તેની વસ્તુ ગ્રહણ કરવી (૫) પોતાના સાધર્મિકોને આહાર પાણી માટે આમંત્રણ આપ્યા પછી આહારાદિ કરવા જોઈએ અને યાચના કરીને લાવેલા ભક્ત પાન વગેરેનું ગુરુજનની આગળ નિવેદન કરી અને તેમની આજ્ઞા મેળવીને આહાર કરવો જોઈએ.
૪. બ્રહ્મચર્ય મહાવ્રતની રક્ષાને માટે (૧) સ્ત્રી, પશુ, નપુંસકના સંપર્કવાળાં સ્થાન પર સૂવા અથવા બેસવાનો ત્યાગ કરવો(૨) સ્ત્રીઓની રાગવર્ધક કથાઓનો ત્યાગ કરવો(૩) તેના મનોહર અંગઉપાંગોને જોવાનો ત્યાગ કરવો (૪) પૂર્વકાલમાં સ્ત્રીઓ સાથે ભોગવેલા ભોગોને અને કામ ક્રીડાઓને યાદ ન કરવા (૫) પૌષ્ટિક, ગરિષ્ઠ અને રસ જેમાં વધારે હોય તેવા આહારનો ત્યાગ કરવો.
૫. પરિગ્રહત્યાગ મહાવ્રતની રક્ષાને માટે પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિ ઈષ્ટ વિષયો પર રાગ અને અનિષ્ટ વિષયો પર દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.
આ ભાવનાઓનું પાલન કરવાથી જ પાંચનાં મહાવ્રત સ્થિર અને દઢ રહી શકે છે. માટે આ ભાવનાઓનું નિરંતર ચિંતન અને પાલન કરવું જોઈએ. આચારાગ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર અને પ્રસ્તુત સમવાયાંગ સૂત્ર આ ત્રણ આગમમાં મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓનું વર્ણન છે. આ ત્રણેમાં તાત્ત્વિક રીતે ભિન્નતા ન હોવા છતાં નામોમાં ભિન્નતા દષ્ટિ ગોચર થાય છે. આગમોમાં પચ્ચીસ ભાવનાઓના નામ:
પ્રથમ
|
ઇ,
નામ સમવાયાંગ સૂત્ર
આચારાંગ સૂત્ર | પ્રશ્રવ્યાકરણ ૧. ઇર્ષા સમિતિ ૧. ઇર્ષા સમિતિ
૧. ઇર્ષા સમિતિ અહિંસા ૨. મનોગુપ્તિ
ર. મન પરિજ્ઞા
૨. અપાપ મન મહાવ્રત ૩. વચનગુપ્તિ
૩. વચનપરિજ્ઞા
૩. અપાપ વચન ૪. અવલોકિત પાન-ભોજન ૪. આદાન નિક્ષેપણ સમિતિ |૪. આદાન એષણા સમિતિ ૫. આદાન ભંડ માત્ર નિક્ષેપન પ. આલોકિત પાન–ભોજન પ. આદાન નિક્ષેપ સમિતિ
સમિતિ બીજું ૧. વિચારીને બોલવું ૧. વિચારીને બોલવું ૧. વિચારીને બોલવું સત્ય | |૨. ક્રોધ વિવેક
૨. ક્રોધ પરિજ્ઞા
૨. ક્રોધ અસેવન મહાવ્રત ૩. લોભ વિવેક . લોભ પરિજ્ઞા
૩. લોભ અસેવન ૪. ભય વિવેક ૪. ભય પરિજ્ઞા
૪. ભય અસેવન ૫. હાસ્ય વિવેક પ. હાસ્ય પરિજ્ઞા
૫. હાસ્ય અસેવન