________________
વીસમું સમવાય
| ૧૦૭ |
રાત્રિના જોર જોરથી સ્વાધ્યાય કરવો અથવા મોટે અવાજે વાર્તાલાપ કરવો (૧૮)કષાયભાવોથી બોલબોલ કરવું, ગણ અથવા સંઘમાં ભેદ પડે તેવાં વચન બોલવાં (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખાવું (૨૦) એષણા સમિતિનું પાલન ન કરવું અને અનએષણીય આહારાદિ ગ્રહણ કરવા.
વિવેચન :
અનાદિ કાળા - અસમાધિ સ્થાન. સંયમમાં લાગતાં ઉત્તર ગુણના દોષોને અસમાધિસ્થાન કહે છે. આ દોષોના સેવનથી સંયમમાં અસમાધિ થાય એટલે સંયમમાં હાનિ થાય છે, સંયમની વિરાધના થાય છે. તેમ જ પોતાને અને બીજા જીવોને સંકલેશ અને દુઃખ થાય છે. જેમ કે જોયા વિના સીધા ધબ ધબ કરતા ચાલવાથી ઠોકર લાગી જાય, પડી જાય તથા કીડી, મંકોડા જેવા શુદ્ર જીવો મરી જાય, સર્પ, વીંછી વગેરે કરડી જાય, તો સંકલેશ અથવા દુઃખ ઉત્પન્ન થાય છે, મર્યાદાથી અધિક આસન–શય્યા રાખવાથી, બીજાનો પરાભવ કરવાથી, ગુરુજનો આદિનું અપમાન કરવાથી અને હંમેશાં નવા નવા ઝઘડા-ટંટા કરવાથી સંઘમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે અને સંઘ દ્વારા બહિષ્કાર કરવામાં આવે છે. દિવસભર ખાવાથી રોગ વગેરે ઉત્પન્ન થાય છે. ઉપરોકત કાર્ય કરવાથી પોતાને અને બીજાને સંક્લેશ ઉત્પન્ન થાય છે, તેથી તે અસમાધિ કહેવાય છે. દશાશ્રુતસ્કંધસૂત્રની બીજી દશામાં તેનું વિસ્તૃત વર્ણન છે. | २ मुणिसुव्वए णं अरहा वीसं धणूइं उड्डे उच्चत्तेणं होत्था । सव्वेवि य घणोदही वीसं जोयणसहस्साई बाहल्लेणं पण्णत्ता । पाणयस्स णं देविंदस्स देवरण्णो वीसं सामाणियसाहस्सीओ पण्णत्ताओ । णपुंसयवेयणिज्जस्स णं कम्मस्स वीसं सागरोवमकोडाकोडीओ बंधओ बंधठिई पण्णत्ता । पच्चक्खाणस्स णं पुव्वस्स वीसं वत्थू पण्णत्ता । उस्सप्पिणिओसप्पिणिमंडले वीसं सागरोवम कोडाकोडीओ कालो पण्णत्तो ।
ભાવાર્થ :- મુનિસુવ્રત અરિહંત વીસ ધનુષ્ય ઊંચા હતા. દરેક નરક પૃથ્વીની નીચેના ઘનોદધિની જાડાઇ વીસ હજાર યોજન છે. પ્રાણત દેવરાજ દેવેન્દ્રના સામાનિક દેવો વીસહજાર છે. નપુંસક વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાકોડી સાગરોપમની છે. પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાં વીસ વસ્તુ (અર્થાધિકાર) છે. ઉત્સર્પિણી કાલ અને અવસર્પિણી કાલ બને મળીને વીસ ક્રોડાકોડી સાગરોપમનું કાલચક્ર છે. | ३ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं वीसंपलिओवमाई ठिई पण्णत्ता । छट्ठीए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं वीसं सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं वीसं पलिओवमाइं ठिई पण्णत्ता। सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं वीसं पलिओवमाइं ठिई पण्णत्ता । पाणए कप्पे देवाणं उक्कोसेणं वीसं सागरोवमाई ठिई पण्णत्ता ।