________________
૧૦૬
શ્રી સમવાયાંગ સૂત્ર
– વીસમું સમવાય 2222222222222
પરિચય :
આ સમવાયમાં વીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા- વીસ અસમાધિસ્થાન, મુનિસુવ્રત અરિહંતની વીસ ધનુષની ઊંચાઈ, નરક પૃથ્વીની નીચે ઘનોદધિની વીસ હજાર યોજનની ઊંડાઇ, પ્રાણત દેવેન્દ્રના વીસ હજાર સામાનિક દેવો, પ્રત્યાખ્યાન પૂર્વના વીસ અર્થાધિકાર તથા વીસ કોટાકોટી સાગરોપમનું કાલચક્ર તથા કેટલાક નારકીઓ અને દેવોની વીસ પલ્યોપમ અને વીસ સાગરોપમની સ્થિતિ તથા વીસ ભવ કરીને મોક્ષમાં જનારા જીવોનું વર્ણન છે. |१ वीसं असमाहिठाणा पण्णत्ता, तं जहा-१. दवदवचारि यावि भवइ, २. अपमज्जियचारि यावि भवइ, ३.दुप्पमज्जियचारि यावि भवइ, ४. अतिरित्तसेज्जासणिए, ५. राइणियपरिभासी, ६. थेरोवघाइए, ७. भूओवघाइए, ८. संजलणे, ९. कोहणे, १०. पिढिमसिए, ११. अभिक्खणं अभिक्खणं ओहारइत्ता भवइ, १२. णवाणं अधिकरणाणं अणुप्पण्णाणं उप्पाए त्ता भवइ, १३. पोराणाणं अधिकरणाणं खामिअ विउसविआणं पुणोदीरेत्ता भवइ, १४. ससरक्खपाणिपाए, १५.अकालसज्झायकारए यावि भवइ, १६.कलहकरे, १७. सद्दकरे, १८. झंझकरे, १९. सूरप्पमाणभोई, २०. एसणा असमिए यावि भवइ ।
ભાવાર્થ :- વીસ અસમાધિસ્થાન છે, જેમ કે– (૧) જલ્દી જલ્દી ચાલવું (૨) પ્રકાશ રહિત સ્થાનમાં પ્રમાર્જન કર્યા વિના ચાલવું (૩)જેમ તેમ અવિધિથી પ્રમાર્જન કરીને ચાલવું, (૪) આવશ્યકતાથી અધિક પથારી–આસન રાખવાં (૫) વડીલ-રત્નાધિક સાધુઓનો પરાભવ કરવો, (૬) સ્થવિર સાધુઓ પર દોષારોપણ કરી, ઉપઘાત અથવા અપમાન કરવું (૭) પ્રાણીઓનો ઉપઘાત કરવો–નાશ કરવો, (૮) હંમેશાં મનમાં રોષયુક્ત રહેવું (૯) પ્રગટમાં ક્રોધ કરવો, તીવ્ર ક્રોધ કરવો (૧૦) પીઠ પાછળ કોઈના અવર્ણવાદ(નિંદા) બોલવા (૧૧) વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવી (૧૨) નિત્ય નવાં અધિકરણ–કલેશ વગેરે ઉત્પન્ન કરવાં (૧૩) શાંત પડી ગયેલાં, ક્ષમાપન કરેલાં અને ઉપશાન્ત થયેલાં અધિકરણો (લડાઈ–ઝઘડા)ને જાગૃત કરવાં (૧૪) સચેત ધૂળયુક્ત હાથપગ રાખવા, તેનું પ્રમાર્જન કર્યા વિના આહાર કરવો, બેસવું, સૂવું અથવા સચિત્ત રજયુક્ત હાથવાળા વ્યક્તિના હાથે ભિક્ષા ગ્રહણ કરવી (૧૫) અકાલમાં સ્વાધ્યાય કરવો અને કાળમાં સ્વાધ્યાય ન કરવો (૧૬) કલેશ- કલહ કરવો (૧૭) બોલબોલ કરવું,