________________
ઓગણીસમું સમવાય
| १०५ ।
|६ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइआणं णेरइयाण एगूणवीसपलिओवमाइं ठिई पण्णत्ता । छट्ठीए पुढवीए अत्थेगइयाणं णेरयाणं एगूणवीस सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं एगूणवीसपलिओवमाई ठिई पण्णत्ता। सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं एगूणवीसपलिओवमाइं ठिई पण्णत्ता। आणयकप्पे देवाणं उक्कोसेणं एगूणवीससागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. છઠ્ઠી નરક પૃથ્વી ત:પ્રભાના કેટલાક નારકીઓની સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. આનત દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. |७| पाणए कप्पे देवाणं जहण्णेणं एगूणवीससागरोवमाइं ठिई पण्णत्ता। जे देवा आणतं पाणतं णतं विणतं घणं सुसिरं इदं इंदोकंतं इंदुत्तरवडिंसगं विमाणं देवत्ताए उववण्णा तेसिणं देवाणं उक्कोसेणं एगूएवीससागरोवमाइं ठिई पण्णत्ता। ते णं देवा एगूणवीसाए अद्धमासाणं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा णीससंति वा, तेसि णं देवाणं एगूणवीसाए वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- પ્રાણી કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. જે દેવ આણત, પ્રાણત, નત, વિનત, ઘન, સુષિર, ઈન્દ્ર, ઈન્દ્રકાંત અને ઈન્દ્રોત્તરાવર્તસક નામના વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. તે દેવ ઓગણીસ અર્ધમાસે (સાડા નવ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તેમને ઓગણીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
८ संतेगइआ भवसिद्धिया जीवा जे एगूणवीसाए भवगहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति ।
ભાવાર્થ :- કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો ઓગણીસ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૧૯ સંપૂર્ણ