________________
| ૧૦૪ |
શ્રી સમવાયાંગ સૂત્ર
અઢારસો યોજન અર્થાત્ બે વિજયના અધસ્તન તલ સુધી, આ રીતે સર્વ મળીને ઓગણીસો (૧૯૦૦) યોજનના ક્ષેત્રને તપાવે છે. | ३ सुक्के णं महग्गहे अवरेणं उदिए समाणे एगूणवीसं णक्खत्ताइ समं चारं चरित्ता अवरेणं अत्थमणं उवागच्छइ । ભાવાર્થ :- શુક્ર મહાગ્રહ પશ્ચિમ દિશાથી ઉદય પામીને ઓગણીસ નક્ષત્રની સાથે સહગમન કરીને પશ્ચિમ દિશામાં અસ્ત પામે છે. |४ जंबुद्दीवस्स णं दीवस्स कलाओ एगूणवीसं छेअणाओ पण्णत्ताओ। ભાવાર્થ :- જેબૂદ્વીપ નામના આ દ્વીપની કળાઓ ઓગણીસ છેદનક –ભાગરૂપ કહેલ છે. વિવેચન :
જંબૂદ્વીપનો વિસ્તાર એક લાખ યોજનાનો છે, તેની અંદરમાં છ વર્ષધર પર્વત અને સાત ક્ષેત્ર છે. તેમાં ભરતક્ષેત્રથી મેરુ પર્વત સુધીના ક્ષેત્રો બમણાં બમણાં વિસ્તારવાળાં છે અને મેરુપર્વતથી ઐરાવતક્ષેત્ર સુધીના ક્ષેત્ર ક્રમશઃ અર્ધા અર્ધા વિસ્તારવાળા છે, તે દરેકનો યોગ (૧+૨+૪+૮+૧+૩ર +૬૪+૩ર +૧+૮+૪+૨+૧ = ૧૯૦) એકસો નેવું થાય છે. સંપૂર્ણ જંબૂદ્વીપના વિસ્તાર એક લાખ યોજનને ૧૯૦થી ભાગતા(૧,૦૦,000+૧૯૦)પર-૬/૧૯ આવે છે. અવશેષ રહેલા અંક, એક યોજનના ઓગણીસ ભાગના છ ભાગ હોય છે. તે છ કલા કહેવાય છે. આમ અવશેષ રાશિની સર્વત્ર ઓગણીસ કલા કરવામાં આવે છે, માટે અહીં સૂત્રમાં ઓગણીસ કલા(યોજનના ભાગ) કહેવામાં આવી છે. જેમ કે ભરતક્ષેત્રની પહોળાઈ પાંચસો છવ્વીસ યોજન છ કલાની છે. આ ઓગણીસમું સમવાય હોવાથી માત્ર છેદનક ઓગણીસનું કથન કર્યું છે. ५ एगूणवीसं तित्थयरा अगारवासमझे वसित्ता मुंडे भवित्ता णं अगाराओ अणगारियं पव्वइआ । ભાવાર્થ :- ઓગણીસ તીર્થકર અગાર(ગૃહસ્થ)વાસમાં રહીને પછી મુંડિત થઈને અગારધર્મથી અણગાર- ધર્મમાં પ્રવ્રજિત થયા. વિવેચન :
વાસુપૂજ્ય સ્વામી, મલ્લીનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી, આ પાંચ તીર્થકર કુમાર અવસ્થામાં જ મુંડિત થયા છે અર્થાતુ રાજ્ય ભોગવ્યા વિના જ દીક્ષિત થયા છે. બાકીના ઓગણીસ તીર્થકરોએ ગૃહવાસ–રાજ્ય છોડીને દીક્ષા લીધી છે.