________________
[ ૧૦૮ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :- આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ વીસ પલ્યોપમની છે. છઠ્ઠી તમ પ્રભા નરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ વીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ વીસ પલ્યોપમની છે. સૌધર્મ-ઈશાન કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ વીસ પલ્યોપમની છે. પ્રાણત કલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમની છે. | ४ आरणे कप्पे देवाणं जहण्णेणं वीसं सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा सायं विसायं सुविसायं सिद्धत्थं उप्पलं भित्तिलं, तिगिच्छं दिसासोवत्थियं पलंबं रुइलं पुप्फ सुपुप्फ पुप्फावत्तं पुप्फपभं पुप्फकंतं पुप्फवण्णं पुप्फलेसं पुप्फज्झयं पुप्फसिंगं पुप्फसिटुं पुप्फकूडं पुप्फुत्तरवडिंसगं विमाणं देवत्ताए उववण्णा तेसि णं देवाण उक्कोसेण वीस सागरोवमाइ ठिई पण्णत्ता । ते ण देवा वीसाए अद्धमासाणं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, णीससंति वा, तेसिं णं देवाणं वीसाए वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- આરણ કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ વીસ સાગરોપમ છે. જે દેવ સાત, વિસાત, સુવિસાત, સિદ્ધાર્થ, ઉત્પલ, ભિત્તિલ, તિબિંછ, દિશાસૌવસ્તિક, પ્રલમ્બ, રુચિર, પુષ્પ, સુપુષ્પ, પુષ્પાવર્ત, પુષ્પપ્રભ, પુષ્પકાંત, પુષ્પવર્ણ, પુષ્પલેશ્ય, પુષ્પધ્વજ, પુષ્પશૃંગ, પુષ્પસૃષ્ટ, પુષ્પકૂટ અને પુષ્પોત્તરાવતંસક નામના વિશિષ્ટ વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમની છે. તે દેવ વીસ અર્ધમાસે (દશ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે, નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને વીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. | ५ | संतेगइआ भवसिद्धिआ जीवा जे वीसाए भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ - કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો વીસ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-ર૦ સંપૂર્ણ