________________
અઢાર સમવાય
૧૦૧ |
લિપિ (૩) દોષપરિકા લિપિ (૪) ખોષ્ટ્રિકા લિપિ (૫) ખરશાવિકા લિપિ (૬) પ્રહારાતિકા લિપિ (૭) ઉચ્ચરિકા લિપિ (૮) અક્ષરપૃષ્ટિકાલિપિ (૯) ભોગવતિકાલિપિ (૧૦) વૈનતિકી લિપિ (૧૧) નિતવિકા લિપિ (૧૨) અંક લિપિ (૧૩) ગણિત લિપિ (૧૪) ગંધર્વ લિપિ (૧૫) આદર્શ લિપિ (૧૬) માહેશ્વરી લિપિ (૧૭) દ્રાવિડી લિપિ (૧૮) પોલિન્દી લિપિ.
વિવેચન :
ટીકાકાર લખે છે કે આ લિપિઓ વર્તમાનમાં જોવામાં આવતી નથી, તો પણ વર્તમાનમાં પ્રચલિત અનેક લિપિઓનો બોધ થાય છે. જેમ કે– યાવની, અરબી, ફારસી, ઉડિયા, દ્રાવિડી લિપિ વગેરે. આગમ ગ્રંથોમાં પણ લિપિઓનાં નામોમાં ભિન્નતા દેખાય છે. ५ अत्थिणत्थिप्पवायस्स णं पुव्वस्स अट्ठारस वत्थू पण्णत्ता ।
धूमप्पभा णं पुढवी अट्ठारसुत्तरं जोयणसयसहस्सं बाहल्लेणं पण्णत्ता। पोसासाढेसु णं मासेसु सइ उक्कोसेणं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, सइ उक्कोसेण अट्ठारसमुहुत्ता राई भवइ । ભાવાર્થ - અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વમાં અઢાર વસ્તુ (અર્થાધિકાર) છે.
ધૂમપ્રભા નામક પાંચમી નરક પૃથ્વીની જાડાઈ એક લાખ અઢાર હજાર યોજન છે.
પોષ અને અષાઢ મહિનામાં એક વખત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત અને એક વખત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. વિવેચન :
પોષ મહિનામાં સૌથી મોટી ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને અષાઢ મહિનામાં સૌથી મોટો ઉત્કૃષ્ટ અઢાર મુહુર્તનો દિવસ હોય છે, આ સામાન્ય કથન છે. જયોતિષગણરાજ પન્નત્તિ સુત્રાનુસાર અષાઢ મહિનામાં કર્કસંક્રાન્તિના દિવસે સૌથી મોટો દિવસ હોય છે અને પોષ મહિનામાં મકરસંક્રાન્તિના દિવસે સૌથી મોટી વાત હોય છે. |६ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं अट्ठारस पलिओवमाइं ठिई पण्णत्ता । छट्ठीए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं अट्ठारस सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं अट्ठारस पलिओवमाइं ठिई पण्णत्ता। सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं अट्ठारस पलिओवमाइं ठिई पण्णत्ता । सहस्सारे कप्पे देवाणं उक्कोसेणं