________________
[ ૧૦૦]
શ્રી સમવાયાંગ સૂત્ર
| २ अरहओ णं अरिट्ठणेमिस्स अट्ठारस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था । समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं सखुड्यविअत्ताणं अट्ठारस ठाणा पण्णत्ता । तं जहा
वयछक्कं कायछक्कं, अकप्पो गिहिभायणं । पलियंक निसिज्जा य, सिणाणं सोहवज्जणं ।।
ભાવાર્થ :- અરિષ્ટનેમિ અરિહંતની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા અઢાર હજાર સાધુઓની હતી.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આબાલવૃદ્ધ દરેક શ્રમણ નિગ્રંથોને માટે અઢાર સ્થાન કહ્યા છે. જેમ કે– (૧-૬) વ્રત ષક (૭–૧૨) કાય ષક (૧૩) અકલ્પ વર્જન (૧૪) ગૃહસ્થભાજન વર્જન (૧૫) પર્યક વર્જન (૧૬) નિષધા વર્જન (૧૭) સ્નાન વર્જન (૧૮) વિભૂષા વર્જન. વિવેચન :
- સાધુ બે પ્રકારના હોય છે. (૧) અવ્યક્ત સાઉ– વયથી, દીક્ષાપર્યાયથી અને શાસ્ત્રજ્ઞાનથી અપરિપકવ (૨) વ્યક્ત સાધ– વય તથા શ્રત બંનેથી પરિપક્વ. આ બંને પ્રકારના સાધુ માટે અઢાર સંયમ સ્થાન કહ્યા છે(૧ થી ૬) હિંસાદિ પાંચે પાપો અને રાત્રિ ભોજનનો સર્વથા માવજીવન ત્યાગ કરવો, તે વ્રતષટક છે(૭ થી ૧૨) પૃથ્વી આદિ છકાયના જીવોની હિંસાનો પાવજીવન ત્યાગ કરવો અર્થાત્ છ કાયના જીવોની રક્ષા કરવી, તે કાયષર્ક છે, (૧૩)અકલ્પનીય ભક્ત-પાનનો ત્યાગ, (૧૪)ગૃહસ્થનાં પાત્ર-વાસણનો ત્યાગ, (૧૫) પલંગ વગેરે ઉપર સૂવું નહીં, (૧૬)ગૃહસ્થના ઘરે બેસવું નહીં,(૧૭) સ્નાન કરવું નહીં અને (૧૮)શરીરની શોભા શણગાર કરવાં નહીં. આ અઢાર સ્થાનોથી સંયમી સાધુઓની રક્ષા થાય છે. આ અઢાર સ્થાનનો વિસ્તાર દશવૈકાલિક સૂત્ર અધ્યયન- ૬ માં છે. | ३ आयारस्स णं भगवतो सचूलियागस्स अट्ठारस पयसहस्साई पयग्गेणं પત્તા
ભાવાર્થ :- ચૂલિકા સહિત ભગવદ્ આચારાંગ સૂત્રનું અઢાર પદ હજાર પ્રમાણ છે. ૪ નંબી સિવી અEારવિદે વિશાળ પvળ રંગ- નંબી, जवणालिया, दोसऊरिया, खरोट्ठिया, खरसाविआ, पहाराइया, उच्चत्तरिआ, अक्खरपुट्ठिया, भोगवइया, वेणइया, णिण्हइया, अंकलिवी, गणियलिवी, गंधव्वलिवी, आयंसलिवी, माहेसरीलिवी, दामिली, पोलिंदी । ભાવાર્થ :- બ્રાહ્મી લિપિના લેખ વિધાન અઢાર પ્રકારના છે, જેમ કે– (૧) બ્રાહ્મી લિપિ (૨) યવની