________________
| અઢારમું સમવાય
- અઢારમું સમવાયા zzzzzzzzzzzz
પરિચય :
આ સમવાયમાં અઢાર સંખ્યાથી સંબંધિત વિષયોનું કથન છે, યથા- બ્રહ્મચર્યના અઢાર પ્રકાર, અરિહંત અરિષ્ટનેમિના અઢાર હજાર શ્રમણો, આબાલવૃદ્ધ શ્રમણોનાં અઢાર સ્થાન, આચારાંગ સૂત્રનાં અઢાર હજાર પદ, બ્રાહ્મી લિપિના અઢાર પ્રકાર, અસ્તિ-નાસ્તિપ્રવાદપૂર્વના અઢાર અધિકાર, પોષ અને અષાઢ માસમાં અઢાર મુહૂર્તના રાત અને દિવસ, નારકી અને દેવોની અઢાર પલ્યોપમ અને અઢાર સાગરોપમની સ્થિતિનું વર્ણન અને અઢાર ભવ કરીને મોક્ષમાં જનારા જીવોનું વર્ણન છે. | १ अट्ठारसविहे बंभे पण्णत्ते,तं जहा- ओरालिए कामभोगेणेव सयंमणेणं सेवइ, णो वि अण्णं मणेणं सेवावेइ, मणेणं सेवंतपि अण्णं ण समणुजाणाइ, ओरालिए कामभोगे णेव सयं वायाए सेवइ, णो वि अण्णं वायाए सेवावेइ, वायाए सेवंतंपि अण्णं ण समणुजाणाइ, ओरालिए कामभोगे णेव सयं कारणं सेवइ, णो वि अण्णं काएणं सेवावेइ, कारणं सेवतंपि अण्णं ण समणुजाणाइ, दिव्वे कामभोगे णेव सयं मणेणं सेवइ, णो वि अण्णं मणेणं सेवावेइ, मणेणं सेवंतपि अण्णं ण समणुजाणाइ, दिव्वे कामभोगे णेव सयं वायाए सेवइ, णो वि अण्णं वायाए सेवावेइ, वायाए सेवंतपि अण्णं ण समणुजाणाइ, दिव्वे कामभोगे णेव सयं काए णं सेवइ, णो वि अण्णं कारणं सेवावेइ, काएणं सेवंतपि अण्णं ण समणुजाणाइ । ભાવાર્થ :- બ્રહ્મચર્યના અઢાર પ્રકાર છે, જેમ કે- (૧) ઔદારિક શરીરી મનુષ્ય, તિર્યંચોના, કામભોગોનું મનથી સેવન કરે નહીં (૨) મનથી અન્યને સેવન કરાવે નહીં (૩) મનથી સેવન કરનારની અનુમોદના કરે નહીં (૪) ઔદારિક કામભોગોનું વચનથી સેવન કરે નહીં (૫) વચનથી અન્ય પાસે સેવન કરાવે નહીં (૬) વચનથી સેવન કરનારની અનુમોદના કરે નહીં (૭) ઔદારિક કામભોગોનું કાયાથી સેવન કરે નહીં (૮) અન્ય પાસે કાયાથી સેવન કરાવે નહીં (૯) કાયાથી સેવન કરનારની અનુમોદના કરાવે નહીં (૧૦) દિવ્યદેવ-દેવીઓના) કામભોગોનું મનથી સ્વયં સેવન કરે નહીં (૧૧) અન્ય પાસે મનથી સેવન કરાવે નહીં (૧૨) મનથી સેવન કરનારની અનુમોદના કરે નહીં (૧૩) દિવ્ય કામભોગોનું વચનથી સેવન કરે નહીં (૧૪) વચનથી દિવ્ય કામભોગોનું સેવન કરાવે નહીં (૧૫) વચનથી સેવન કરનારની અનુમોદના કરે નહીં (૧૬) દિવ્ય કામભોગોનું કાયાથી સેવન કરે નહીં (૧૭) કાયાથી અન્ય પાસે સેવન કરાવે નહીં (૧૮) કાયાથી સેવન કરનારનું અનુમોદન કરે નહીં.