________________
૯૮
શ્રી સમવાયાંગ સૂત્ર
सत्तरसहिं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ ।
ભાવાર્થ :
સહસ્રારકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની છે. ત્યાં જે દેવો સામાન, સુસામાન, મહાસામાન, પદ્મ, મહાપદ્મ, કુમુદ, મહાકુમુદ, નલિન, મહાનલિન પોંડરીક, મહાપૌંડરીક શુક્ર, મહાશુક્ર, સિંહ, સિંહકાંત, સિંહબીજ અને ભાવિત નામના વિશિષ્ટ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. તે દેવો સત્તર અર્ધમાસે (સાડા આઠ મહિને) આન–પ્રાણ, ઉચ્છ્વાસ લે છે, નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને સત્તર હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
८
संतेगइया भवसिद्धिया जीवा जे सत्तरसहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ :- કેટલાક ભવ્યસિદ્ધિક જીવો સત્તર ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પામશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૧૦ સંપૂર્ણ