________________
૧૦૨]
શ્રી સમવાયાંગ સૂત્ર
अट्ठारस सागरोवमाई ठिई पण्णत्ता।। ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. છઠ્ઠી તમપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ અઢાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સૌધર્મ–ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સહસાર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે. | ७ आणए कप्पे देवाणं जहण्णेणं अट्ठारस सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा कालं सुकालं महाकालं अंजणं रिटुं सालं समाणं दुमं महादुमं विसालं सुसालं पउमं पउमगुम्मं कुमुदं कुमुदगुम्म णलिणं णलिणगुम्मं पुंडरीअं पुंडरीयगुम्मं सहस्सारवडिंसगं विमाणं देवत्ताए उववण्णा तेसि णं देवाणं उक्कोसेणं अट्ठारस सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवाणं अट्ठारसहिं अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, णीससंति वा । तेसि णं देवाणं अट्ठारस वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- આનત દેવલોકના દેવોની જઘન્ય સ્થિતિ અઢાર સાગરોપમની છે. તેમાં જે દેવ કાલ, સુકાલ, મહાકાલ, અંજન, રિષ્ટ, સાલ, સમાન, દ્રુમ, મહાતૃમ, વિશાલ, સુશાલ, પદ્મ, પદ્મગુલ્મ, કુમુદ, કુમુદગુલ્મ, નલિન, નલિનગુલ્મ, પુંડરીક, પુંડરીકગુલ્મ અને સહસ્ત્રારાવત સક નામના વિશિષ્ટ વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે. તે દેવો અઢાર અર્ધમાસે (નવ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે, નિચ્છવાસ મૂકે છે. તે દેવોને અઢાર હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
८ संतेगइआ भवसिद्धिया जीवा जे अट्ठारसहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्सति । ભાવાર્થ :- કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો અઢાર ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૧૮ સંપૂર્ણ