________________
[ ૯૪]
શ્રી સમવાયાંગ સૂત્ર
મરણનો વિશેષ રૂપે ઉલ્લેખ છે. (૧) આવી ચિમરણ :- (૨) આ સમન્નાદીવય-પ્રતિસમયમનુભૂયાનાકુષોપરાપરયુસિરોવવાનૂયુનિવિભુતિનશTSવસ્થા બિન તલાવિ જેમ પ્રતિ સમયે તરંગો ઉત્પન્ન થાય અને નષ્ટ થાય તેમ પ્રત્યેક સમયે આયુષ્યકર્મના દલિકો ઉદય પામે છે અને નિર્જરી જાય છે. પ્રતિ સમયે આયુષ્ય દલિકો ભોગવાય છે, સમયે-સમયે આયુષ્ય ઘટતું જાય છે; તેને આવીચિ મરણ કહે છે. (૨) વિનાના વવિ-
વિવો યત્ર તલાવ િવવિનેવાવાજ તન્ન તન્મરણ ૪ ફુવfવરમાં જે મરણમાં વીચિ-વિચ્છેદ વિદ્યમાન ન રહે અર્થાત્ વિચ્છેદ ન થાય, આયુષ્યકર્મની પરંપરા ચાલુ રહે તેને આવીચિમરણ કહે છે.
(૨) અવધિમરણ:- (૧) એક ભવની અવધિ– આયુષ્ય મર્યાદા પૂર્ણ થતાં જે મરણ થાય તે અવધિમરણ છે. આયુષ્યકર્મના દલિકોને ભોગવ્યા પછી તે દ્રવ્યોના પુનર્રહણની અવધિ(તે પુદ્ગલો પુનઃ ગ્રહણ ન થાય ત્યાં સુધી તે જીવનું અવધિમરણ કહેવાય છે. આ મરણ પછી પુદ્ગલ પરિણામોની વિચિત્રતાના કારણે એક વાર છોડેલા કર્મદલિકોનું પુનઃ ગ્રહણ શક્ય બને છે.
(૩) આત્યંતિકમરણ - નરકાદિ આયુષ્યકર્મ રૂપ કર્મદલિકોને એક વાર ભોગવીને મૃત્યુ સમયે છોડી દીધા પછી તેને જીવ પુનઃ ક્યારે ય ગ્રહણ ન કરે તો તે મરણને આત્યંતિકમરણ કહે છે. (૪) વલયમરણ :- ગળાને દબાવીને કે મરડીને મરે તેના મરણને વલયમરણ કહે છે અથવા સંયમ, વ્રત, નિયમાદિ ધારણ કરેલા જીવોના ધર્મથી પડવાઈ(શ્રુત) થઈને અવ્રતદશામાં થતાં મરણને વલયમરણ કહે છે. (૫) વશાર્તમરણ :– ઈન્દ્રિયોના વિષયને વશ થઈને મરે તે મરણને વશાર્તમરણ કહે છે, યથા– રાતે પતંગિયા દીપકની જ્યોતિથી આકર્ષાઈને તે પ્રકાશમાં ઝંપલાવે છે.
() અંતઃશલ્યમરણ :- મનમાં કોઈ પણ પ્રકારના શલ્યને રાખીને મરે, તેને અંતઃશલ્યમરણ કહે છે. કોઈ સંયમી સાધક પોતાના વ્રતોમાં લાગેલા દોષોની લજ્જા અથવા અભિમાનથી આલોચના કર્યા વિના દોષના શલ્યને મનમાં રાખીને મરે, તે અંતઃશલ્ય મરણ છે અથવા ભાલા આદિ શસ્ત્રથી મરવું તેને પણ અંતઃશલ્ય મરણ કહે છે.
(૭) તદ્દભવમરણ - જે જીવ વર્તમાન ભવમાં જે આયુષ્ય ભોગવી રહ્યો છે, તે જ ભવને યોગ્ય આયુષ્યને બાંધીને જે મરે છે, તે મરણને તદ્ભવમરણ કહે છે. આ મરણ મનુષ્ય અથવા તિર્યંચ ગતિના જીવોનું જ થાય છે. દેવ અથવા નારકીના જીવોનું તદ્ભવ મરણ થતું નથી કારણ કે દેવ અને નારકીઓ મરીને પાછા દેવ અને નારકી થઈ શકતા નથી. તેનો જન્મ મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિયમાં જ થાય છે.
(૮) બાલમરણ:- વ્રતધારણ કર્યા વિના અવિરત અથવામિથ્યાદષ્ટિવાળા જીવોનાં મરણને તથા અસંયમી જીવોનાં મરણને બાલમરણ કહે છે. પહેલા ગુણસ્થાનથી લઈને ચોથા ગુણસ્થાનવર્તી જીવોના મરણને