________________
સત્તર સમવાય
છે.
[ ૭૩ ]
તિરછી ગતિ થાય છે. | ४ चमरस्स णं असुरिंदस्स असुररण्णो तिगिछिकूडे उप्पायपव्वए सत्तरस एक्कवीसाइं जोयणसयाई उड्डे उच्चत्तेणं पण्णत्ते । बलिस्स णं असुरिंदस्स रुअगिदे उप्पायपव्वए सत्तरस एक्कवीसाइ जोयणसयाइ उड्ड उच्चत्तेण पण्णत्ते। ભાવાર્થ :- અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો તિબિંછકૂટ નામક ઉત્પાત પર્વત સત્તરસો એકવીસ (૧૭૨૧) યોજન ઊંચો છે. અસુરેન્દ્રબલીનો રુચકેન્દ્ર નામક ઉત્પાત પર્વત સત્તરસો એકવીસ (૧૭ર૧) યોજન ઊંચો છે. |५सत्तरसविहे मरणे पण्णत्ते, तं जहा- आवीईमरणे ओहिमरणे
आयंतियमरणे वलयमरणे वसट्टमरणे अंतोसल्लमरणे तब्भवमरणे बालमरणे पंडितमरणे बालपंडितमरणे छउमत्थमरणे केवलिमरणे वेहाणसमरणे गिद्धपिट्ठमरणे भत्तपच्चक्खाणमरणे इंगिणिमरणे पाओवगमण मरणे । ભાવાર્થ :- મરણ સત્તર પ્રકારનાં છે, જેમ કે– (૧) આવી ચિમરણ (૨) અવધિમરણ (૩) આત્યંતિકમરણ (૪) વલયમરણ (૫) વશાર્તમરણ (૬) અંતઃશલ્ય મરણ (૭) તદ્ભવ મરણ (૮) બાલમરણ (૯) પંડિતમરણ (૧૦) બાલપંડિત મરણ (૧૧) છદ્મસ્થમરણ (૧૨) કેવળીમરણ (૧૩) વૈહાયસમરણ (૧૪) વૃદ્ધસ્પષ્ટ અથવા વૃદ્ધપૃષ્ઠ મરણ (૧૫) ભક્તપ્રત્યાખ્યાન મરણ ૧૬) ઈગિની મરણ (૧૭) પાદપોપગમન મરણ.
વિવેચન :
મરણ - આયુષ્ય પૂર્ણ થતાં આત્મા અને ભૂલ શરીરનું જુદા થવું, શરીરમાંથી આયુષ્ય બલપ્રાણનો નાશ થવો તથા બાંધેલા આયુષ્ય કર્મના દલિતોના ક્ષય થવો, તેને મરણ કહે છે.
આગમ શાસ્ત્રોમાં વિવિધ પ્રકારે મરણના ભેદ-પ્રભેદનું વર્ણન પ્રાપ્ત થાય છે. ભગવતી સૂત્ર શતક ૨, ઉદેશક–૧, સૂત્ર ૩૪/૩૫ (પેજ ૨૫૭) માં બાલમરણ અને પંડિત મરણનો ઉલ્લેખ છે. તેમાં ૧૨ પ્રકારના બાલમરણ અને બે પ્રકારના પંડિતમરણ નું કથન છે. આચારંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ, અધ્યયન-૮ ઉદેશક ૫/૬૮ માં (પેજ ૩૦૫ ... ૩૩૩) ત્રણ પ્રકારના અનશન યુકત પંડિતમરણનું વિવરણ છે. ભગવતી સૂત્ર શતક ૧૩, ઉદેશક-૭ સૂત્ર ૧૮થીયર (પેજ ૯૬.) માં આવીચિ, અવધિ, આત્યંતિક, બાલ અને પંડિત, આ પાંચ પ્રકારના મરણનું ભેદ-પ્રભેદ સહિત વર્ણન છે.
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.પાંચમાં સકામ–અકામ મરણનું વર્ણન છે. ઠાણાંગ સૂત્ર, સ્થાન–૩ સૂત્ર માં બાલ, બાલપંડિત અને પંડિતમરણ, આ ત્રણ પ્રકારના મરણનું વર્ણન છે. પ્રસ્તુતમાં તે સર્વનો સમાવેશ કરી ૧૭ પ્રકારના મરણનું કથન છે. પૂર્વોકત આગમ કથિત મરણ સાથે અહીં કેવળીમરણ અને છદ્મસ્થ