________________
૯૨ |
શ્રી સમવાયાંગ સૂત્ર
નિયંત્રણ રાખવું, તે સંયમ કહેવાય છે અથવા સમિતિ અર્થાત્ સાવધાનીપૂર્વક યમ નિયમોનું પાલન કરવું તેને સંયમ કહે છે અને સંયમનું પાલન ન કરવું તેને અસંયમ કહે છે. (૧ થી ૯) પૃથ્વીકાય વગેરે જીવોની રક્ષા કરવી, તેને કોઈ પણ પ્રકારની બાધા ન પહોંચાડવી તે પૃથ્વીકાય આદિ જીવ વિષયક સંયમ છે અને તેને બાધા પહોંચાડવી તે તેનો અસંયમ છે. (૧૦)અજીવ–પૌલિક વસ્તુઓ સંબંધી યતના કરવી, તે અજીવ સંયમ છે અને તેની અયતના કરવી તે અજીવ અસંયમ છે. (૧૧)સ્થાન ઉપકરણ, વસ્ત્ર, પાત્ર આદિનું વિધિપૂર્વક પ્રતિલેખન કરવું તે પ્રેક્ષા સંયમ છે અને તેનું પ્રતિલેખન ન કરવું અથવા અવિધિથી કરવું તે પ્રેક્ષા અસંયમ છે. (૧૨)શત્રુ—મિત્રમાં અને ઈષ્ટ– અનિષ્ટમાં રાગદ્વેષ ન કરવો, મધ્યસ્થભાવ રાખવો તે ઉપેક્ષા સંયમ છે. તેમાં રાગદ્વેષ વગેરે કરવા તે ઉપેક્ષા અસંયમ છે. સંયમના યોગો (કાર્યો)ની ઉપેક્ષા કરવી અથવા અસંયમનાં કાર્યોનો વ્યાપાર કરવો, તે ઉપેક્ષા અસંયમ છે. (૧૩)જીવોને દૂર કરીને નિર્જીવ ભૂમિ પર વિધિપૂર્વક મળમૂત્ર આદિને પરઠવું, તે અપહૃત સંયમ છે અને અવિધિથી તે પરઠવું અપહૃત અસંયમ છે. (૧૪) વિધિપૂર્વક પ્રમાર્જન કરવું, તે પ્રમાર્જના સંયમ છે અને વિધિપૂર્વક પ્રમાર્જન ન કરવું અથવા પ્રમાર્જન જ ન કરવું, તે અપ્રમાર્જના અસંયમ છે. (૧૫ થી ૧૭) મન, વચન, કાયાનો પ્રશસ્ત વ્યાપાર કરવો, તે તેનો સંયમ છે અને અપ્રશસ્ત વ્યાપાર કરવો, તે તેનો અસંયમ છે. વિવિધ દષ્ટિકોણથી સંયમના ભેદ પ્રભેદ થાય છે. સંયમના ચાર ભેદ છે, યથા– મન, વચન, કાયા અને ઉપકરણ સંયમ. સંયમના પાંચ, સાત, આઠ, દશ પ્રકાર પણ છે. તે જ રીતે અસંયમના પણ પ્રકાર છે. સંયમના પ્રકારતરથી સરાગ સંયમ અને વીતરાગ સંયમ એમ બે પ્રકાર પણ છે, તે દરેક પ્રકારના સંયમોનું વિભિન્ન દષ્ટિઓથી નિરૂપણ છે. | २ माणुसत्तरे णं पव्वए सत्तरस एक्कवीसे जोयणसए उड्डं उच्चत्तेणं पण्णत्ते। सव्वेसि पि णं वेलंधर-अणुवेलंधर णागराईणं आवासपव्वया सत्तरस एक्कवीसाइं जोयणसयाई उठं उच्चत्तेणं पण्णत्ता । लवणे णं समुद्दे सत्तरस जोयणसहस्साई सव्वग्गेणं पण्णत्ते ।
ભાવાર્થ :- મનુષોત્તર પર્વત સત્તરસો એકવીસ (૧૭ર૧) યોજન ઊંચો છે. દરેક વેલંધર અને અનુવેલન્ડર નાગરાજાના આવાસ પર્વત સત્તરસો એકવીસ યોજન ઊંચા છે. લવણ સમુદ્રની સર્વાગ્રશિખા સત્તર હજાર યોજન ઊંચી છે.
| ३ | इमीसे णं रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ साइरेगाई सत्तरस जोयणसहस्साई उड्डे उप्पइत्ता तओ पच्छा चारणाणं तिरिआ ના પવરા
ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી કંઈક અધિક સત્તર હજાર યોજના ઉપર (ઊંચે) જઈને ત્યાર પછી ચારણ ઋદ્વિધારી મુનિઓની નંદીશ્વર, રુચક વગેરે દ્વીપોમાં જવા માટે