________________
સત્તરમું સમવાય
૯૧
– સનરમ સમવાય
| Zezzzzzzzzzzz
સમવાય સાર :
આ સમવાયમાં સત્તર સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા– સત્તર પ્રકારના સંયમ અને અસંયમ, માનુષોત્તર પર્વતની ઊંચાઈ, સત્તર પ્રકારનાં મરણ, દશમાં સૂક્ષ્મસંપરા ગુણસ્થાનમાં સત્તર કર્મ પ્રવૃતિઓના બંધનો ઉલ્લેખ, નારકી અને દેવોની સત્તર પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિ તથા સત્તર ભવ કરીને મોક્ષમાં જનારા જીવોનું વર્ણન છે. |१ सत्तरसविहे असंजमे पण्णत्ते, तं जहा- पुढविकाय असंजमे, आउकाय असंजमे, तेउकाय असंजमे, वाउकाय असंजमे, वणस्सइकाय असंजमे, बेइंदिय असंजमे, तेइंदिय असंजमे, चउरिदिय असंजमे, पंचिंदिय असंजमे, अजीवकाय असंजमे, पेहा असंजमे, उवेहा असंजमे, अवहट्ट असंजमे, अप्पमज्जणा असंजमे, मण असंजमे, वइ असंजमे, काय असंजमे ।
सत्तरसविहे संजमे पण्णत्ते, तं जहा- पुढविकायसंजमे, आउकायसंजमे, तेउकायसंजमे, वाउकायसंजमे, वणस्सइकायसंजमे, बेइंदियसंजमे, तेइंदियसंजमे, चउरिदियसंजमे, पंचिंदियसंजमे, अजीवकायसंजमे, पेहासंजमे, उवेहासंजमे, अवहट्टसंजमे, पमज्जणासंजमे, मणसंजमे, वइसंजमे, कायसंजमे । ભાવાર્થ :- સત્તર પ્રકારના અસંયમ છે, જેમ કે– પૃથ્વીકાય અસંયમ, અષ્કાય અસંયમ, તેઉકાય અસંયમ, વાયુકાય અસંયમ, વનસ્પતિકાય અસંયમ, બેઈન્દ્રિય અસંયમ, તેઈન્દ્રિય અસંયમ, ચૌરેન્દ્રિય અસંયમ, પંચેન્દ્રિય અસંયમ, અજીવકાય અસંયમ, પ્રેક્ષા અસંયમ, ઉપેક્ષા અસંયમ, અપહત્ય અસંયમ, અપ્રમાર્જન અસંયમ, મન અસંયમ, વચન અસંયમ અને કાય અસંયમ.
સત્તર પ્રકારના સંયમ છે. જેમ કે પૃથ્વીકાય સંયમ, અષ્કાય સંયમ, તેઉકાય સંયમ, વાયુકાય સંયમ, વનસ્પતિકાય સંયમ, બેઈન્દ્રિય સંયમ, તેઈન્દ્રિય સંયમ, ચૌરેન્દ્રિય સંયમ, પંચેન્દ્રિય સંયમ, અજીવકાય સંયમ, પ્રેક્ષા સંયમ, ઉપેક્ષા સંયમ, અપહૃત્ય સંયમ, પ્રમાર્જના સંયમ, મન સંયમ, વચન સંયમ અને કાય સંયમ.
વિવેચન :
સંગને – અલંગને – પાપ પ્રવૃત્તિમાત્રથી નિવૃત્ત થવું તથા પોતાની ઈન્દ્રિયો અને મન પર