________________
|
८०
શ્રી સમવાયાંગ સૂત્ર
પ્રભા નરકના કેટલાક નારકીઓની સ્થિતિ સોળ સાગરોપમની છે. કેટલાક અસુરકુમારદેવોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. સૌધર્મ – ઈશાન કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. |६| महासुक्के कप्पे देवाणं अत्थेगइयाणं सोलस सागरोवमाई ठिई पण्णत्ता। जे देवा आवत्तं विआवत्तं नंदिआवत्तं महाणंदिआवत्तं अंकुसं अंकुसपलंबं भदं सुभदं महाभदं सव्वओभदं भद्दुत्तरवर्डिसगं विमाणं देवत्ताए उववण्णा तेसि णं देवाणं उक्कोसेणं सोलस सागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा सोलसण्हं अद्धमासाणं आणमंति वा पाणमंति वा, उस्ससंति वा, णीससंति वा । तेसि णं देवाणं सोलसवाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- મહાશુક્ર દેવલોકના કેટલાક દેવોની સ્થિતિ સોળ સાગરોપમની છે. ત્યાં જે દેવો આવર્ત, વ્યાવર્ત, નંદ્યાવર્ત, મહાનંદ્યાવર્ત, અંકુશ, અંકુશપ્રલંબ, ભદ્ર, સુભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર અને ભદ્રોત્તરા વતંસક નામનાં વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ સાગરોપમની છે. તે દેવો સોળ અર્ધમાસે (આઠ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે, નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને સોળ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે.
७ संतेगइआ भवसिद्धिआ जीवा जे सोलसहि भवग्गहणेहि सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ - કેટલાક ભવસિદ્ધિક જીવો સોળ ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, સર્વકર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત થશે અને સર્વ દુઃખોથી મુક્ત થશે.
સમવાય-૧૬ સંપૂર્ણ