________________
સત્તરમું સમવાય
બાલમરણ કહે છે.
(૯) પંડિતમરણ :– સંયમી સમ્યગ્દષ્ટિ જીવ પંડિત કહેવાય છે અને તેના મરણને પંડિતમરણ કહે છે. છઠ્ઠા ગુણસ્થાનથી લઈને અગિયારમા ગુણસ્થાન સુધીના જીવોનાં મરણને પંડિતમરણ કહે છે.
૯૫
:
(૧૦) બાલપંડિતમરણ · દેશવ્રતી શ્રાવક-પાંચમા ગુણસ્થાનવાળા મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિય જીવોના મરણને બાલપંડિતમરણ કહે છે.
(૧૧) છદ્મસ્થમરણ ઃ– કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં બારમા ગુણસ્થાન સુધીના જીવો છદ્મસ્થ કહેવાય છે. છદ્મસ્થ જીવોનાં મરણને છદ્મસ્થમરણ કહે છે.
(૧૨) કેવળીમરણ :– ચૌદમા ગુણસ્થાનકવર્તી અયોગી કેવળીના મરણને—ર્નિવાણને કેવળીમરણ કહે છે. તેરમા ગુણસ્થાનવાળા પણ કેવળી કહેવાય છે પરંતુ તેરમા ગુણસ્થાનકે મરણ નથી.
(૧૩) વૈહાયસ મરણ – વિહાયસ એટલે આકાશ. ગળામાં ફાંસો ખાઈને, વૃક્ષ આદિ પર લટકીને મરે, તેને વિહાયસ મરણ કહે છે.
(૧૪) ગૃદ્ધપૃષ્ટ અથવા ગિદ્ધપૃષ્ઠ મરણ :- ગિદ્ધપિટ્ટ આ પ્રાકૃત શબ્દના બે સંસ્કૃત રૂપ થાય છે. ગૃદ્ધત્કૃષ્ટ અથવા ગૃદ્ઘપૃષ્ઠ. પહેલાં રૂપ અનુસાર ગીધ, સમડી વગેરે પક્ષીઓ દ્વારા જેનું માંસ ચાંચ મારી મારીને ખાવામાં આવે, તેવા મરણને ગૃદ્ધત્કૃષ્ટ મરણ કહે છે. બીજા શબ્દ અનુસાર મૃતહાથી કે ઊંટના શરીરમાં પ્રવેશ કરીને તેના શરીર સાથે પોતાના શરીરને પક્ષીઓ દ્વારા ખાવા દઇ મૃત્યુ સ્વીકારે, તે મરણને ગૃદ્ઘપૃષ્ઠ મરણ કહે છે.
(૧૫) ભક્ત પ્રત્યાખ્યાન મરણ :- ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને, સંથારો, ધારણ કરીને મરનાર મનુષ્યના મરણને ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહે છે. આ પ્રકારના સંથારાની આરાધના કરનાર સાધક જો કોઇ બીજી વ્યક્તિ સેવા કરે, તો તેની સેવાનો સ્વીકારે પણ છે.
(૧૬) ઈંગિત મરણ :– ચારે આહારના ત્યાગપૂર્વક સંથારો કરી, તેમાં બીજા દ્વારા કરવામાં આવતી સેવાનો ત્યાગ કરવામાં આવે છે. પોતે જે જગ્યાની મર્યાદા કરી હોય, તેમાં તે સ્વયં ઊઠે—બેસે છે અને પોતાની સેવા પોતે જ કરે છે. એવા સાધુના મરણને ઈંગિત મરણ કહે છે.
(૧૭) પાદપોપગમન મરણ ઃ– પાદપ એટલે વૃક્ષ. ભૂમિ ઉપર પડેલું વૃક્ષ તે જ સ્થિતિમાં રહે છે, તેવી રીતે જે મહાસાધુ ભક્તપાનનો ત્યાગ કરીને, સ્વ–પરની સેવાનો ત્યાગ કરીને, કાઉસગ્ગ, પદ્માસન અથવા શયન આસન વગેરે કોઈ પણ આસનથી સંથારાનો સ્વીકાર કર્યો હોય તે જ આસને તે જ અવસ્થામાં પ્રાણનો ત્યાગ કરે તે મરણને પાદપોપગમન મરણ કહે છે.
६
सुहुमसंपराए णं भगवं सुहुमसंपरायभावे वट्टमाणे सत्तरस कम्मपगडीओ णिबंधति । तं जहा - आभिणिबोहियणाणावरणे सुयणाणावरणे
I