________________
[ ૮૮ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
માયા (૪) અનંતાનુબંધી લોભ (૫) અપ્રત્યાખ્યાન કષાય ક્રોધ (૬) અપ્રત્યાખ્યાન કષાય માન (૭) અપ્રત્યાખ્યાન કષાય માયા (૮) અપ્રત્યાખ્યાન કષાય લોભ (૯) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૧૦)પ્રત્યાખ્યાનાવરણ માન (૧૧) પ્રત્યાખ્યાનાવરણ માયા (૧૨) પ્રત્યાખ્યાનાવરણ લોભ (૧૩) સંજ્વલન ક્રોધ (૧૪) સંજ્વલન માન (૧૫) સંજ્વલન માયા અને (૧૬) સંજ્વલન લોભ.
વિવેચન :
કષાય અને કષાયના પ્રકારો - પ્રસ્તુત સૂત્રમાં મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિમાંથી ૧૬ પ્રકારના કષાય મોહનીયકર્મનું વર્ણન છે. જેના દ્વારા સંસારની પ્રપ્તિ થાય તેને કષાય કહે છે. જે કર્મરૂપી ખેતરને સુખ-દુઃખ રૂપી ધાન્ય માટે ખેડે છે, તેને કષાય કહે છે અથવા સ્વભાવથી શુદ્ધ જીવને જે કર્મોથી કલુષિત કરે તે કષાય કહેવાય છે.
કષાયની તીવ્રતા–મંદતાના આધારે તેના ચાર ભેદ આ પ્રમાણે છે– ૧. અનંતાનુબંધી કષાયઅનંત સંસારનો અનુબંધ કરાવે તેવા તીવ્રતમ કષાયને અનંતાનુબંધી કહે છે. તે આત્માના સમ્યકત્વગુણનો વિઘાતક છે. જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય, ત્યાં સુધી જીવને સમ્યગદર્શન પ્રાપ્ત થતું નથી. ૨. અપ્રત્યાખ્યાન કષાય- જે કષાય દેશવિરતિપણાના વિઘાતક હોય તેને અપ્રત્યાખ્યાન કષાય કહે છે. તે કષાયના ઉદયમાં જીવો શ્રાવકપણાનો સ્વીકાર કરી શકતા નથી, નવકારશી આદિ કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન લઈ શકતા નથી. ૩. પ્રત્યાખ્યાનાવરણ કષાય- જે કષાય સર્વવિરતિ-સાધુપણાના ભાવોનો ઘાત કરે, જે કષાયના ઉદયમાં જીવ સર્વાશે પ્રત્યાખ્યાન ગ્રહણ કરી ન શકે તેને પ્રત્યાખ્યાનાવરણ કષાય કહે છે. ૪. સંજવલન કષાય- જે કષાય આત્માના યથાખ્યાતચારિત્ર ગુણનો ઘાત કરે, તે સંવલન કષાય છે. તે કષાયના ઉદયમાં જીવને યથાખ્યાતચારિત્ર કે વીતરાગદશા પ્રાપ્ત થઈ શકતી નથી. કષાયના સોળ પ્રકાર :
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન કષાય પ્રત્યાખ્યાનાવરણ
સંજવલન ક્રોધ પર્વતની તિરાડ સમાન તળાવની તિરાડ સમાન રેતીની લીટી સમાન | પાણીની લીટી સમાન માન પથ્થરના સ્તંભ સમાન| હાડકાના સ્તંભ સમાન, લાકડાના સ્તંભ સમાન | નેતરના સ્તંભ સમાન
માયા વાંસનાં મૂળ સમાન | ઘેટાનાં શિંગડા સમાન | | ગોમૂત્રિકા સમાન
વાંસની છોઈ– છાલ સમાન
લોભ| મજીઠીયા રંગ સમાન કાદવના ડાઘ સમાન ગાડાનાં ખંજનકે કીલ સમાન| હળદરના રંગ સમાન
ગતિ
નરકની
તિર્યંચની
મનુષ્યની
દેવની
સ્થિતિ | માવજીવનની
એક વર્ષની
ચાર માસની
૧૫ દિવસની
ઘાત
સમકિતની
દેશવ્રતની
સર્વવ્રતની
યથાખ્યાત ચારિત્રની