________________
પંદરમું સમવાય
૮૩ |
મહાકાલનારકીઓને તેના જ માંસના ટુકડે ટુકડા કરીને ખવડાવે છે. (૯) અસિપત્ર-સેમલ વૃક્ષનું રૂપ ધારણ કરીને પોતાની નીચે છાયા માટે આવનાર નારકીઓને તલવારની ધાર જેવા તીક્ષ્ણ પાંદડાં પાડીને કષ્ટ આપે છે. (૧૦) ધન-ધનુષ્યના તીક્ષ્ણ અણીવાળાં બાણોથી નારકીઓનાં અંગ ઉપાંગનું છેદન–ભેદન કરે છે. (૧૧) કુંભ-નારકીઓને કુંભ આદિમાં પકાવે છે. (૧૨) વાલુકા-વાલ, કદમ્બ પુષ્પ અને વજના આકારની વિક્રિયા કરીને ગરમ રેતીમાં, ગરમ અગ્નિમાં ચણાની સમાન નારકીઓને શેકે છે. (૧૩) વૈતરણી–પરુ, લોહી આદિથી ભરેલી ગરમ પાણીવાળી નદીનું રૂપ ધારણ કરીને તરસથી પીડાતા, પાણી પીવા માટે આવનારા નારકીઓને પોતે વિદુર્વણા કરેલા ક્ષારયુક્ત ગરમ પાણીથી પીડા પહોંચાડે છે અને તેઓને તેમાં ડુબાડે છે. (૧૪) ખરસ્વર–નારકીઓને વજમય કંટકાકર્ણ સેમલ નામના વૃક્ષ પર વારંવાર–ચડ ઉત્તર કરાવે છે. (૧૫) મહાઘોષ–ભયથી ભાગતા નારકીઓને વાડામાં પૂરીને વિવિધ પ્રકારની યાતનાઓ આપે છે. આ રીતે આ કૂર પરમાધામી દેવો નારકીઓને ભયાનક કષ્ટ–પીડા આપે
| २ णमी णं अरहा पण्णरस धणूइं उखु उच्चत्तेणं होत्था ।
ભાવાર્થ - એકવીસમા નમિનાથ ભગવાન પંદર ધનુષ્ય ઊંચા હતાં. | ३ धुवराहू णं बहुलपक्खस्स पडिवए पण्णरसभागं पण्णरस भागेणं चंदस्सलेसं आवरेत्ताण चिट्ठइ । तं जहा- पढमाए पढमं भागं, बीआए दुभागं, तइआए तिभागं, चउत्थीए चउभागं, पंचमीए पंचभागं, छट्ठीए छभागं, सत्तमीए सत्तभागं, अट्ठमीए अट्ठभागं, णवमीए णवभागं, दसमीए दसभागं, एक्कारसीए एक्कारसभाग, बारसीए बारसभागं, तेरसीए तेरसभागं, चउद्दसीए चउद्दसभागं, पण्णरसेसु पणरसभागं । तं चेव सुक्कपक्खस्स य उवदंसेमाणे उवदंसेमाणे चिट्ठइ । तं जहा- पढमाए पढमभागं जाव पण्णरसेसु पण्णरसभागं उवदंसेमाणे उवदंसेमाणे चिट्ठइ ।
ભાવાર્થ :- ધ્રુવરાહુ કૃષ્ણ પક્ષ(વદ)ની પ્રતિપદા(એકમ)ના દિવસથી ચંદ્રલેશ્યાના પંદરમા પંદરમાં પ્રકાશમય ભાગને પોતાના શ્યામ વર્ણથી આવરિત કરે છે, જેમ કે–પ્રતિપદાના દિવસે પ્રથમ એક ભાગને, બીજના બે ભાગને, ત્રીજના ત્રણ ભાગને, ચોથના ચાર ભાગને, પાંચમના પાંચ ભાગને, છઠ્ઠના છ ભાગને, સાતમના સાત ભાગને, આઠમના આઠ ભાગને, નોમના નવ ભાગને, દશમના દસ ભાગને, અગિયારસના અગિયાર ભાગને, બારસના બાર ભાગને, તેરસના તેર ભાગને, ચૌદશના ચૌદ ભાગને અને પંદરમાં (અમાસ) દિવસે પંદર ભાગને આવરિત કરે છે. ત્યાર પછી ધ્રુવરાહુ શુક્લપક્ષમાં ચંદ્રના પંદરમા પંદરમા ભાગને ઉપદર્શન કરે છે અર્થાત્ આવરણ દૂર કરે છે, જેમ કે–પ્રતિપદા (એકમ)ના પ્રથમ એક ભાગને ખુલો કરે છે, બીજના બે ભાગને પ્રગટ કરે છે. આ રીતે પૂર્ણિમાના દિવસે પંદર ભાગને પ્રગટ કરીને પૂર્ણ