________________
[ ૮૨ |
શ્રી સમવાયાંગ સૂત્ર
પંદરમું સમવાય
| 2222222222222
પરિચય :
આ સમવાયમાં પંદર-પંદર સંખ્યાથી સંબધિત વિષયોનું સંકલન છે, યથા-પંદર પરાધામી દેવો, નમિનાથ અરિહંતની પંદર ધનુષની ઊંચાઈ, રાહુના બે પ્રકાર, ચંદ્રની સાથે પંદર મુહૂર્ત સુધી છ નક્ષત્રોનું રહેવું, ચૈત્ર અને આસો માસમાં પંદર પંદર મુહૂર્તના દિવસ અને રાત્રિ, વિદ્યાનુવાદ પૂર્વના પંદર અર્થાધિકાર, મનુષ્યના પંદર પ્રકારના પ્રયોગ (યોગ), નારકી અને દેવોની પંદર પલ્યોપમ તથા સાગરોપમની સ્થિતિનું વર્ણન છે અને પંદર ભવ કરી મોક્ષ પ્રાપ્ત કરનાર ભવી જીવોનો ઉલ્લેખ છે.
पण्णरस परमाहम्मिआ पण्णत्ता, तं जहा
अंबे अंबरिसी चेव, सामे सबलेत्ति यावरे । સદ્દો વ ાને ય, મહાક્રાતિ યાવર || असिपत्ते धणु कुंम्भे, वालुए वेयरणी ति य ।
खरस्सरे महाघोसे, एते पण्णरसाहिआ ।। २ ।। ભાવાર્થ :- પંદર પરમ અધાર્મિક પરમાધામી દેવો છે, યથા (૧) અમ્બ (૨) અમ્બરિષ (૩) શ્યામ (૪) શબલ (૫) રુદ્ર (૬) ઉપરુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુ (૧૧) કુંભ (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ. આ પંદર નામ કહ્યા છે.
વિવેચન :
સુત્રોક્ત અંબ વગેરે પંદર અસુરકુમાર જાતિના ભવનવાસી દેવ છે, તેઓ પૂર્વ ભવના સંસ્કારથી અત્યંત ક્રૂર, સંક્લેશ પરિણામી હોય છે અને નારકીઓને પીડા પહોંચાડવામાં, મારકુટ-કાપાકાપી કરાવવામાં જ આનંદ માણે છે, માટે તે દેવો પરમ અધાર્મિક પરમાધામી કહેવાય છે.
(૧) અમ્બ–નારકીઓને ખેંચીને તેના સ્થાનથી બહાર કાઢી નીચે પછાડે છે, તેમજ નારકીઓને બાંધીને ખુલ્લા આકાશમાં છોડે છે. (૨) અંબરિષ નારકીઓને ધારિયા આદિથી કાપીને આગમાં સેકવા ટુકડે ટુકડા કરે છે. (૩) શ્યામ-કોરડાથી તથા હાથના પ્રહારથી મારે છે, પીટે છે. (૪) શબલ–ચીરી ફાડીને નારકીઓનાં શરીરનાં આંતરડાં, ચરબી, હૃદય વગેરે કાઢે છે. (પ-૬) દ્ધ અને ઉપરુદ્ર-નારકીને, ભાલા, બરછી વગેરેથી છેદીને ઉપર લટકાવે છે. (૭) કાલ–નારકીઓને કુંડ આદિમાં પકાવે છે. (૮)