________________
ચૌદમું સમવાય
આ ગુણસ્થાનમાં મૃત્યુ ન થાય અને જીવ પતિત થઈને નીચેના ગુણસ્થાને જાય, તો ઉત્કૃષ્ટ દેશોન અહં પુદ્ગલ પરાવર્તન જેટલો અનંતકાળ પણ સંસારમાં રહી શકે છે. આ ગુન્નસ્થાન એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વાર અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વાર આવી શકે છે.
(૯) અનિવૃત્તિ બાદર ગુન્નસ્થાન ઃ– હાસ્યાદિ છ પ્રકૃતિઓના પૂર્ણ ક્ષય અથવા ઉપશમ થવાથી જીવ આ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે અને અહીં રહેલો જીવ ત્રણે ય વેદ અને સંજવલનના ક્રોધ, માન, માયાના ઉદયને અનુક્રમથી રોકે છે અર્થાત્ તેનો ક્ષય અથવા ઉપશમ કરે છે. અંતે સંજ્વલન માયાનો ઉદય અટકવાથી આ ગુણસ્થાનવાળા જીવ દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
આ ગુણસ્થાનકે બાદર કષાય છે. અનિવૃતિ = અભિન્નતા. આ ગુણસ્થાનકે સમસમયવર્તી ત્રૈકાલિક
વોનાં પરિણામોમાં ભિન્નતા હોતી નથી.
(૧૦) સૂક્ષ્મ સંપ૨ાય ગુણસ્થાન :– સંપરાયનો અર્થ છે કષાય. અહીં માત્ર સૂક્ષ્મ સંજ્વલન લોભ શેષ રહે છે. સંજવલન ક્રોધ, માન, માયાનો ઉદય સમાપ્ત થવાથી જીવ નવમા ગુણસ્થાનેથી દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. દસમા ગુણસ્થાનમાં તમ સમય સુધી સંજવલનના લોભનો ઉદય રહે છે, ત્યાર પછી ઉપશમ શ્રેણીવાળા જીવો તેનો ઉપશમ કરીને અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે અને ક્ષેપક શ્રેણીવાળા જીવ સૂક્ષ્મ લોભનો ક્ષય કરી બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
આ ગુણસ્થાન જીવને ઉત્કૃષ્ટ ત્રણ ભવોમાં આવી શકે છે. એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વાર અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વાર આવી શકે છે. જે ભવમાં મોક્ષે જાય છે તે ભવમાં તો એક જ વાર આવે છે.
આઠમા, નવમા અને દસમા ગુણસ્થાને હીયમાન અને વર્ધમાન બંને પ્રકારના પરિણામ હોય છે. શ્રેણીથી પતિત થનારા જીવોની અપેક્ષાએ હીયમાન અને શ્રેણી ચઢનારાની અપેક્ષાએ વર્ધમાન પરિણામ હોય છે. તેમાં માત્ર સાકારોપયોગ અર્થાત જ્ઞાનોપયોગ જ હોય છે.
(૧૧) ઉપશાંત મોહ છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાન :- સંજવલન લોભનો ઉપશમ થવાથી સંપૂર્ણ મોહનીય કર્મ ઉપશાંત થઇ જાય છે અર્થાત મોહનીય કર્મનો ઉદય સમાપ્ત થઈ જાય છે. ત્યારે ઉપશમ શ્રેણીવાળા દસમા ગુણસ્થાનવર્તી જીવ અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
માત્ર અંતર્મુહૂર્ત જેટલા સમયને માટે જ, લોભનો ઉપશમ કરી શકાય છે તેથી અંતર્મુહૂર્ત પશ્ચાત સૂક્ષ્મ લોભ ઉદયાભિમુખી થવાથી જીવ આ ગુણસ્થાનકેથી પતિત થઇ દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
આ ગુણસ્થાનકે રાગ, દ્વેષ આદિ મોહનીય કર્મની એક પણ પ્રકૃતિનો ઉદય ન હોવાથી જીવ વીતરાગ દશા પ્રાપ્ત કરે છે, પરંતુ જ્ઞાનાવરણીય આદિ ત્રણ ઘાતિકર્મોનો ઉદય હોવાથી, તે જીવ છદ્મસ્થ કહેવાય છે, તેથી તેનું નામ ઉપશાંત મોહનીય છદ્મસ્ય વીતરાગ ગુણસ્થાન છે.
આ ગુણસ્થાન એક ભવમાં બે વાર અને ઉત્કૃષ્ટ બે ભવમાં ચાર વાર આવી શકે છે.