________________
ચૌદમું સમવાય
શ્રમણોપાસક કહેવાય છે.
આ ગુણસ્થાનવર્તી જીવોમાં ચોઘા ગુણસ્થાનના સર્વ લક્ષણો હોય છે. તે ઉપરાંત તેનામાં વ્રતધારણ અથવા પ્રત્યાખ્યાન રુચિનો વિકાસ થાય છે, તે શ્રાવકનાં બાર વ્રતોમાંથી અનુકૂળતા અનુસાર એક કે અનેક વ્રતોને ધારણ કરે છે. ત્રણ મનોરથનું ચિંતન કરે છે. રોજના ૧૪ નિયમ ધારણ કરીને સામાયિક કરે છે. મહિનામાં ઓછામાં ઓછા છ પૌષધ કરે છે. અધ્યાત્મ સાધનામાં ક્રમશઃ આગળ વધતાં તે શ્રાવકની ૧૧ પ્રતિમા ધારણ કરે છે.
૭૫
તે જીવ અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા બને છે. ક્રમશઃ અનેક શાસ્ત્રોમાં અને જિનમતમાં વિશારદ તથા ધર્મમાં દંઢ શ્રદ્ધાવાન થાય છે. તે હંમેશાં શ્રમણોની પર્વપાસના—સેવા માટે ઉત્સુક રહે છે, તેથી તેને શ્રમણોપાસક કહે છે.
આ ગુણસ્થાનમાં મરનારા કે આયુબંધ કરનારા બાર દેવલોક અને નવ લોકાંતિક રૂપ વૈમાનિક દેવગતિ જ પ્રાપ્ત કરે છે, તે જીવ ઓછામાં ઓછા ત્રણ ભવ(વર્તમાન ભવ સહિત) અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરીને મોક્ષે જાય છે. આ ગુણસ્થાન જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજારવાર આવી શકે છે અર્થાત્ તેટલીવાર આ ગુણસ્થાન આવે અને જાય તેવું થઈ શકે છે.
તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષની છે. મનુષ્ય અને તિર્યંચ એમ બે ગતિના સંક્ષી જીવોને પર્યાપ્ત અવસ્થામાં જ આ ગુણસ્થાન હોય છે.
(૬) પ્રમત્ત સંયત ગુણસ્થાન – પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણ કાય ચતુષ્ક એમ કુલ ૧૫ પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે થોપશમ થવાથી જે મનુષ્ય સંયમ સ્વીકારે છે, જિનશાસનમાં પ્રવ્રુજિત થાય છે, મુનિ બને છે અને ઉત્તરોત્તર સંયમ ગુણોનો વિકાસ કરતાં ભગવદાશાનું પાલન કરે છે, તેને છઠ્ઠું પ્રમત્ત સંપત ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
આ ગુણસ્થાન એક ભવમાં સેંકડોવાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા અને મરનારા વૈમાનિક દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે, તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષ
છે.
શરીર સંબંધી પ્રમાદરૂપ પ્રવૃત્તિઓથી યુક્ત હોવાથી આ ગુણસ્થાનનું નામ "પ્રમત્ત સંયત" છે. તે પ્રવૃત્તિઓ આ પ્રમાણે છે– ગોચરી લાવવી, આહાર કરવો, મલમૂત્રનો ત્યાગ કરવો, સૂઈ જવું, વસ્ત્ર પાત્રાદિ ઉપકરણોનું અને શરીરનું પરિકર્મ, શુશ્રુષા કરવી આદિ પ્રવૃત્તિઓ મુનિજીવનના પ્રમાદરૂપ છે.
આ ગુણસ્થાનવર્તી સાધકો પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, રાત્રિભોજનનો ત્યાગ અને અન્ય અનેક ભગવદાશાઓનું પાલન કરે છે. તેઓ અઢાર પાપોના સંપૂર્ણ ત્યાગી હોય છે. કોઈ પણ પાપકાર્યની, સાવધકાર્યની, છકાય જીવોની હિંસામૂલક પ્રવૃત્તિઓની પ્રેરણા કે પ્રરૂપણા પણ કરતા નથી. ત્રણ કરણ ત્રણ યોગથી નાની મોટી સર્વ સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. સદા સરળ, નિષ્કપટ રહે છે,