________________
[ ૭૪ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
નથી. ત્રીજું ગુણસ્થાન સંજ્ઞી જીવોને પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. પાંચ અનુત્તર વિમાનના દેવોમાં અને એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય જીવોમાં આ ગુણસ્થાન હોતું નથી. (૪)અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન - દર્શનમોહનીય કર્મની મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય, આ ત્રણ પ્રકૃતિ તથા ચારિત્રમોહનીયની અનંતાનુબંધી ક્રોધ, માન,માયા અને લોભ આ ચાર પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે. તેની દષ્ટિ સમ્યક–યથાર્થ બની જાય છે. તે જીવ નવતત્ત્વ, દેવ-ગુરુ-ધર્મમાં શ્રદ્ધાવાન બની જાય છે. તેની મિથ્યા માન્યતાઓ – ભ્રમણાઓ તૂટી જાય છે અને તે અંતર્મુખી બની જાય છે. તેની સમજ અને દૃષ્ટિકોણ સમ્યક હોય છે, તેથી તેને સમ્યગુદૃષ્ટિ કહે છે પણ તે જીવ પ્રત્યાખ્યાનના ભાવોમાં પરિણત કે પ્રગતિશીલ થતો નથી. તેના અવિરતિપણાને કારણે તેનું નામ 'અવિરત સમ્યગુદષ્ટિ' ગુણસ્થાન છે. એકવાર "સમકિત" ની સ્પર્શના થઇ જવાથી અર્થાતું ચોથું ગુણસ્થાન આવી જવાથી જીવ અર્ધપુગલ પરાવર્તનકાલથી વધારે સમય સંસારમાં પરિભ્રમણ–જન્મમરણ કરતો નથી.
આ ગુણસ્થાનવર્તી જીવ જિનેશ્વર ભગવંત ભાષિત સિદ્ધાંતોમાં, જ્ઞાન, ચારિત્ર, તપ૩૫ અનુષ્ઠાનોમાં અને જીવાદિ પદાર્થોમાં, સમ્યક આસ્થા રાખે છે. તેઓનું કથન અને પ્રરૂપણ–સત્ય હોય છે, તેઓ હિંસા આદિ પાપ કૃત્યોમાં અતિ આસકત બનતા નથી. તે પાપજનક પ્રવૃત્તિઓમાં, છકાય જીવોની આરંભજનક પ્રવૃત્તિઓમાં ક્યારે ય ધર્મ માનતા નથી.
ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનાર જીવ આ ભવ સહિત જઘન્ય ત્રીજા ભવે અને ઉત્કૃષ્ટ પંદરમાં ભવે મોક્ષે જાય છે. આ ગુણસ્થાન ચારે ય ગતિના સંજ્ઞી જીવોના અપર્યાપ્ત –પર્યાપ્ત બંનેમાં હોય છે. નિશ્ચય દષ્ટિએ આ ગુણસ્થાનમાં સાત પ્રકૃતિઓના ક્ષય આદિના અનેક વિકલ્પ હોય છે, ૧ક્ષય- સાત પ્રકૃતિની સત્તા(અસ્તિત્વ) સમાપ્ત થઈ જવી. ૨. ઉપશમ- સાત પ્રકૃતિનો ઉદય અલ્પ સમય માટે અટકી જવો, સત્તામાં અવરુદ્ધ રહેવું. ૩. ક્ષયોપશમ-પ્રકૃતિનો પ્રદેશોદય થવો, વિપાકોદય અટકવો. અથવા તે પ્રકૃતિનો કંઈક ઉદય અને કંઈક ઉપશમ (અનુદય) હોય તેને પણ ક્ષયોપશમ કહે છે. ૪. ઉદય-પ્રકૃતિનો વિપાકોદય થવો, તે ઉદય કહેવાય છે.
આ ગુણસ્થાનવર્તી જીવ નરક કે તિર્યંચગતિનું આયુષ્ય બાંધતા નથી, દેવ અથવા મનુષ્ય, એમ બે ગતિનું આયુષ્ય બાંધી શકે છે અર્થાત્ આ ગુણસ્થાનવર્તી નારકી તથા દેવ મનુષ્યનું અને મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય જીવો વૈમાનિક જાતિના દેવોનું જ આયુષ્ય બાંધે છે.
આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાધિક ૩૩ સાગરોપમની છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન હજારો વાર આવી શકે છે અને અનેક ભવોમાં અસંખ્યવાર આવી શકે છે. (૫) દેશવિરત ગુણસ્થાન – મોહનીય કર્મની સાત પ્રકૃતિ સહિત અપ્રત્યાખ્યાન કષાય ચતુષ્ક, એમ અગિયાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી જીવ વ્રત, પ્રત્યાખ્યાન ધારણ કરે છે, પાપોનો દેશતઃ ત્યાગ કરે છે, તેને પાંચમું દેશવિરત ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવર્તી જીવો શ્રાવક કે