________________
ચૌદમું સમવાય
પ્રગતિશીલ આત્મસ્થાનમાં અવસ્થિત હોય છે. શેષ એક થી ત્રણ ગુણસ્થાનવર્તી જીવો અવનત આત્મ સ્થાનમાં સ્થિત હોય છે. તે ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ આ પ્રમાણે છે
૭૩
(૧) મિથ્યાત્ત્વ ગુણસ્થાન ઃ- સમ્યગદર્શનના અભાવને મિથ્યાત્ત્વ કહે છે. જેની દષ્ટિ વિપરીત હોય, વસ્તુતત્ત્વનું યથાર્થ જ્ઞાન ન હોય, જિનેશ્વર કથિત વચનમાં, જીવાદિ નવ તત્ત્વોમાં, સદ્ગુરુ કે સદ્ધર્મમાં શ્રદ્ધા ન હોય, જગતની ઉત્પત્તિ વિષયક મિથ્યા માન્યતા હોય, કુદેવ, કુગુરુ અને કુધર્મના સમાગમે પાપપ્રવૃત્તિમાં અને ભૌતિક ભાવોમાં આસકત હોય, સંક્ષેપમાં વિપરીત દૃષ્ટિના પરિણામે જેની બહિર્મુખી વૃત્તિ અને બહિર્મુખી પ્રવૃત્તિ હોય, તે મિથ્યાત્વી છે, આત્માની તથાપ્રકારની સ્થિતિને મિથ્યાત્ત્વ ગુણસ્થાન કહે છે. મિથ્યાત્ત્વ મોહનીય કર્મપ્રકૃતિના ઉદર્ય જીવ મિથ્યાત્ત્વ ગુણસ્થાનમાં રહે છે.
કે
આ ગુણસ્થાનમાં મરનારા કે આયુષ્ય બાંધનારા જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તે જીવો કર્મોનો વિશેષ બંધ કરતા રહે છે. તેઓ કર્મવૃદ્ધિ અને સંસારવૃદ્ધિ કરે છે. આ ગુણસ્થાને પાંચ અનુત્તર વિમાન સિવાયના સર્વ સંસારી જીવો હોઈ શકે છે.
(૨) સાસ્વાદન ગુણસ્થાનઃ- સ+આસ્વાદન-સાસ્વાદન. સમ્યગદર્શનના સ્વાદ સહિત છે તેને સાસ્વાદન કહે છે. જે જીવે ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી લીધું છે, તે જીવ પ્રથમ ગુણસ્થાનમાં કથિત કોઈ પણ પ્રકારના વિચારોની અવસ્થા પ્રાપ્ત કરે અથવા નિશ્ચયથી મિથ્યાત્ત્વના ઉદયાભિમુખ થાય ત્યારે તે જીવ ચોથા ગુણસ્થાનથી પતિત થઈ પ્રથમ મિથ્યાત્વ ગુન્નસ્થાનમાં જાય છે. ચોથા ગુણસ્થાનથી પતિત થયેલો જીવ પહેલા મિથ્યાત્ત્વ ગુણસ્થાને પહોંચે, તેની વચ્ચેની આત્માની જે અવસ્થા છે, તે જ બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. જીવ સમ્યગ્દર્શનથી પતિત થાય અને મિથ્યાત્ત્વ અવસ્થાને પામે નહી ત્યાં સુધી તેને સમ્યગદર્શનનો આંશિક સ્વાદ રહે છે. જેમ વૃક્ષ ઉપરથી તૂટેલું ફળ જમીન પર પડે તે પહેલાં માર્ગમાં થોડો સમય વ્યતીત કરે છે, તેવી અવસ્થા બીજા ગુણસ્થાનની સમજવી જોઈએ.
આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા જેટલી અર્થાત્ એક સેકંડના હજારમાં ભાગથી પણ ઓછી સ્થિતિ હોય છે. આ ગુણસ્થાન એકેન્દ્રિયોમાં હોતું નથી. વિગલેન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિયની અપર્યાપ્ત અવસ્થામાં અને સંજ્ઞી પંચેન્દ્રિયના પર્યાપ્ત– અપર્યાપ્ત બંને અવસ્થામાં (ચારે ગતિના જીવોને) હોય છે.
(૩) મિશ્ર ગુણસ્થાન :- સમકિત અને મિથ્યાત્વના મિશ્ર પરિણામોવાળી આત્માની અવસ્થાને મિશ્ર ગુણસ્થાન કહે છે. શ્રીખંડ ખાટા મીઠા એમ બંને સ્વાદવાળો હોય છે, તેમ આ ગુણસ્થાનવી જીવો જિનેશ્વર ભગવંતના ધર્મની પણ શ્રદ્ધા રાખે છે અને તેનાથી વિપરીત સિદ્ધાંતોવાળા ધર્મની પણ શ્રદ્ધા કરે છે. આવા સમ્યધર્મની શ્રદ્ધા–અશ્રદ્ધારૂપ મિશ્રિત પરિણામવાળા અનભિજ્ઞ આત્માને, આ ત્રીજું ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અર્થાત્ ૪૮ મિનિટથી ઓછા સમયની છે. ત્યારપછી આત્માના તે મિશ્ર પરિણામ મિથ્યાત્વમાં અથવા સમકિતમાં પરિણમી જાય છે.
આ ગુણસ્થાન મિશ્ર પરિણામવાળું હોવાથી તેમાં જીવ મરતો પણ નથી અને આયુષ્ય પણ બાંધતો