________________
[ ૭૩ ]
શ્રી સમવાયાંગ સૂત્ર | ३ | अग्गेणिअस्स णं पुव्वस्स चउद्दस वत्थू पण्णत्ता ।
समणस्स णं भगवओ महावीरस्स चउद्दस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था । ભાવાર્થ :- અગ્રાયણીય પૂર્વમાં ચૌદ વસ્તુ-ચૌદ અર્થાધિકાર છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા ચૌદ હજાર સાધુઓની હતી. | ४ कम्मविसोहिमग्गणं पडुच्च चउद्दस जीवट्ठाणा पण्णत्ता, तं जहामिच्छादिट्ठी, सासायण सम्मदिट्ठी, सम्मामिच्छदिट्ठी, अविरय सम्मदिट्ठी, विरयाविरए, पमत्तसंजए अप्पमत्तसंजए, णिअट्टिबायरे, अणिअट्टिबायरे, सुहुमसंपराए-उवसामए वा खवए वा, उवसंतमोहे, खीणमोहे, सजोगी केवली, अयोगी केवली।
ભાવાર્થ :- કર્મ વિશુદ્ધિની માર્ગણા (પ્રાપ્તિ)ના ઉપાયોની અપેક્ષાએ ચૌદ જીવસ્થાન છે, યથા– ૧. મિથ્યાદષ્ટિ ૨. સાસ્વાદન સમ્યક્દષ્ટિ ૩. સમ્યગૂ મિથ્યાષ્ટિ–મિશ્ર ૪. અવિરત સમ્યગુદષ્ટિ ૫. વિરતાવિરત ૬. પ્રમત્ત સંયત ૭. અપ્રમત સંયત ૮.નિવૃત્તિ બાદર ૯. અનિવૃત્તિ બાદર ૧૦. સૂક્ષ્મ સંપરાય ઉપશામક અથવા ક્ષપક ૧૧. ઉપશાંતમોહ ૧૨. ક્ષીણ મોહ ૧૩. સયોગી કેવળી ૧૪. અયોગી કેવળી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચૌદ જીવસ્થાનનું કથન છે. આત્મગુણોના વિકાસના ચૌદ સ્થાનો ગુણસ્થાનના નામે પ્રસિદ્ધ છે. તે ગુણસ્થાનવર્તી જીવોના તેટલા જ જીવસ્થાન થાય છે. સંસારી જીવોને કર્મના ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય કે ઉદયથી ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, ઔદયિક, આદિ ગુણો (ભાવ)ની પ્રાપ્તિ થાય છે. ગુણ પરિણામ છે તો જીવ પરિણામી છે. પરિણામ અને પરિણામમાં અભેદનો ઉપચાર કરીને ગુણસ્થાનને અહીં જીવસ્થાન કહ્યા છે. ગુણની અપેક્ષાએ ગુણસ્થાન કહેવાય અને ત્યાં સ્થિત જીવોની અપેક્ષાએ તે જીવસ્થાન કહેવાય છે, શાસ્ત્રોમાં તેના નામ માત્ર જોવા મળે છે. તેનું વિસ્તૃત વર્ણન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે, ગુણસ્થાનો મોહનીયકર્મની વિશુદ્ધિથી નિષ્પન્ન થાય છે. પ્રથમ ચાર ગુણસ્થાન, દર્શન મોહના ઉદય આદિથી હોય છે અને પછીના આઠ ગુણસ્થાન ચારિત્ર મોહના ક્ષયોપશમ આદિથી નિષ્પન્ન થાય છે. અંતિમ બે ગુણસ્થાન ચાર ઘાતિ કર્મના ક્ષય સહિત યોગના ભાવાભાવ પૂર્વકના હોય છે.
ચૌદ ગુણસ્થાનો (જીવસ્થાનો) :
જીવની આત્મિક-આધ્યાત્મિક ઊંચનીચ અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. તેના ચૌદ ભેદ છે. જેમાં ચોથા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાન સુધીનાં અગિયાર ગુણસ્થાનવર્તી જીવો ઉન્નતિશીલ