________________
ચૌદશ સમવાય
| २ | चउद्दस पुव्वा पण्णत्ता, तं जहा
उप्पायपुव्वमग्गेणियं च, तइयं च वीरियं पुव्वं । अत्थीणत्थिपवायं, तत्तो णाणप्पवायं च ।।१।। सच्चपवायं पुव्वं, तत्तो आयप्पवायपुव्वं च । कम्मप्पवायपुव्व, पच्चक्खाणं भवे णवम ।।२।। विज्जाअणुप्पवायं, अबंझपाणाउ बारसं पुव्वं ।
तत्तो किरियविसालं, पुव्वं तह बिंदुसारं च ।।३।। ભાવાર્થ :- ચૌદ પૂર્વ છે, જેમ કે- ઉત્પાદપૂર્વ, અગ્રાયણીયપૂર્વ, વીર્યપૂર્વ, અસ્તિ-નાસ્તિપ્રવાદપૂર્વ, જ્ઞાનપ્રવાદપૂર્વ, સત્યપ્રવાદપૂર્વ, આત્મપ્રવાદપૂર્વ, કર્મપ્રવાદપૂર્વ, પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનુવાદપૂર્વ, અવધ્યપૂર્વ, પ્રાણાયુપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વ, લોકબિન્દુસારપૂર્વ.
વિવેચન :
બાર અંગસૂત્રમાંથી બારમા દષ્ટિવાદ સૂત્રના પાંચ વિભાગ છે, તેના એક વિભાગનું નામ 'પૂર્વ' છે. તેમાં ચૌદ પૂર્વ છે. ચૌદ પૂર્વમાં વિવિધ વિષયોનું વિસ્તૃત વર્ણન છે. (૧) ઉત્પાદપૂર્વમાં ઉત્પાદના આશ્રયે દ્રવ્યોના પર્યાયોની પ્રરૂપણા છે. (૨) અગ્રાયણીયપૂર્વમાં દ્રવ્યોનાં અગ્ર પરિમાણના આશ્રયે નિરૂપણ છે. (૩) વીર્યપ્રવાદપૂર્વમાં જીવાદિ દ્રવ્યોની વીર્ય શક્તિનું નિરૂપણ કરેલ છે. (૪) અસ્તિ-નાસ્તિ પ્રવાદપૂર્વમાં સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ દ્રવ્યોનાં અસ્તિત્ત્વધર્મનું અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ નાસ્તિત્વ ધર્મનું પ્રરૂપણ છે. (૫) જ્ઞાનપ્રવાદપર્વમાં મતિજ્ઞાન આદિ જ્ઞાનોના ભેદ પ્રભેદોનાં સ્વરૂપનું નિરૂપણ છે. (૬) સત્યપ્રવાદપૂર્વમાં સત્ય, સંયમ, સત્યવચન, તેના ભેદ પ્રભેદોનું અને તેના પ્રતિપક્ષી અસંયમ, અસત્યવચન વગેરેનું વિસ્તારથી નિરૂપણ છે. (૭) આત્મપ્રવાદપૂર્વમાં આત્માના અસ્તિત્ત્વને સિદ્ધ કરી તેના ભેદ પ્રભેદોનું અનેક નયથી વિવેચન છે. (૮) કર્મપ્રવાદપૂર્વમાં જ્ઞાનાવરણ આદિ કર્મોનાં અસ્તિત્વને સિદ્ધ કરીને તેના ભેદ પ્રભેદ, ઉદય, ઉદીરણા વગેરે વિવિધ દશાઓનું વિસ્તારથી વર્ણન છે. (૯) પ્રત્યાખ્યાનપૂર્વમાં અનેક પ્રકારના યમ-નિયમોનું, તેના અતિચારોનું અને પ્રાયશ્ચિતોનું વિસ્તૃત વિવેચન છે. (૧૦) વિદ્યાનુવાદપ્રવાદ પૂર્વમાં અનેક પ્રકારનાં મંત્ર-તંત્રોનું, રોહિણી આદિ મહાવિદ્યાઓનું તથા અંગૂષ્ઠપ્રશ્ન વગેરે વિદ્યાઓની વિધિપૂર્વકની સાધનાનું વર્ણન છે. (૧૧) અવધ્યપૂર્વમાં ક્યારે ય વ્યર્થ ન જાય તેવા અતિશયોનું, ચમત્કારોનું તથા તીર્થકર નામકર્મના બંધ યોગ્ય કલ્યાણકારીભાવનાઓનું વર્ણન છે. (૧૨) પ્રાણાયુ અથવા પ્રાણવાય પૂર્વમાં જીવોના પ્રાણ રક્ષક આયુર્વેદના અષ્ટ અંગોનું વિસ્તારથી વર્ણન છે. (૧૩) કિયાવિશાળપૂર્વમાં અનેક પ્રકારની કલાઓનું તથા માનસિક, વાચિક અને કાયિક ક્રિયાનું સભેદ વિસ્તારથી વર્ણન છે. (૧૪) લોકબિન્દુસારપૂર્વમાં લોકનું સ્વરૂપ તથા મોક્ષમાં જવાના કારણભૂત રત્નત્રય ધર્મનું સૂક્ષ્મ વર્ણન છે.