________________
૭૦ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
-૨ ચોદમ સમવાય
– zzzzzzzzzzzzz
પરિચય :
આ સમવાયમાં ચૌદ–ચૌદ સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા– ચૌદ ભૂતગ્રામ, ચૌદ પૂર્વ, ભગવાન મહાવીરના ચૌદહજાર શ્રમણો,ચૌદ જીવસ્થાન, ચક્રવર્તીનાં ચૌદ રત્નો, ચૌદ મહાનદીઓ,નારકી અને દેવોની ચૌદ પલ્યોપમ અને ચૌદ સાગરોપમની સ્થિતિ તથા ચૌદ ભવ કરીને મોક્ષે જનારા જીવોનું વર્ણન છે. । १ . चउद्दस भूयग्गामा पण्णत्ता, तं जहा- सुहुमा अपज्जत्तया, सुहुमा पज्जत्तया, बादरा अपज्जत्तया, बादरा पज्जत्तया, बेइंदिया अपज्जत्तया, बेइंदिया पज्जत्तया, तेइंदिया अपज्जत्तया, तेइंदिया पज्जत्तया, चउरिदिया अपज्जत्तया, चउरिदिया पज्जत्तया, पंचिंदिया असण्णि अपज्जत्तया, पचिंदिया असण्णिपज्जत्तया, पचिंदिया सण्णिअपज्जत्तया, पचिंदिया सण्णिपज्जत्तया।
ભાવાર્થ :- ચૌદ પ્રકારના ભૂતગ્રામ- જીવ સમૂહ છે, જેમ કે– (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત, (૨) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તા, (૩) બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, (૪) બાદર એકેન્દ્રિય પર્યાપ્તા, (૫) બેઈન્દ્રિય અપર્યાપ્તા, (૬) બેઈન્દ્રિય પર્યાપ્તા, (૭) તેઈન્દ્રિય અપર્યાપ્તા, (૮) તે ઈન્દ્રિય પર્યાપ્તા, (૯) ચૌરેન્દ્રિય અપર્યાપ્તા, (૧૦) ચૌરેન્દ્રિય પર્યાપ્તા, (૧૧) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા, (૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા, (૧૩) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા, (૧૪) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા.
વિવેચન :
ભૂતગ્રામ - ભૂત = જીવ, ગ્રામ=સમૂહ, જીવોના સમૂહને ભૂતગ્રામ કહે છે. તેના ચૌદ ભેદ છે. તેમાં સાત અપર્યાપ્ત અને સાત પર્યાપ્ત છે. પર્યાપ્તિનો અર્થ પૂર્ણતા છે. આહાર, શરીર વગેરેને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને તેને તેના સ્વરૂપમાં પરિણત કરવાની યોગ્યતાની પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે, તેના છ પ્રકાર છે. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન. જે જીવોને જેટલી પર્યાપ્તિઓનો સંભવ છે, તેની પૂર્ણતા જેણે પ્રાપ્ત કરી લીધી છે, તે પર્યાપ્ત કહેવાય છે. જે જીવોએ તે પૂર્ણતા પ્રાપ્ત કરી નથી તે અપર્યાપ્ત કહેવાય છે. એકન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિ વિકસેન્દ્રિયોને પાંચ પર્યાપ્તિ, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને પાંચ પર્યાપ્તિ, સંમૂર્છાિમ મનુષ્યોને ચાર પર્યાપ્તિ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી મનુષ્ય, નારકી, દેવોને છ પર્યાપ્તિ હોય છે.