________________
૫ ૪
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :- લાતંક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમની છે. ત્યાં જે દેવ ઘોષ, સુઘોષ, મહાઘોષ, નંદીઘોષ, સુસ્વર, મનોરમ, રમ્ય, રમ્યક, રમણીય, મંગલાવર્ત અને બ્રહ્મલોકાયતસક નામના વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. તે દેવ દશ અર્ધમાસે (પાંચ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિશ્વાસ મૂકે છે, તે દેવોને દશ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા થાય છે.
१० संतेगइया भवसिद्धिया जीवा जे दसहिं भवग्गहणेहिं सिज्झिसंति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंत करिस्सति । ભાવાર્થ :- કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો દશ ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૧૦ સંપૂર્ણ