________________
અગિયારસ સમવાય
૫
૫
અગિયારમું સમવાય | zzzzzzzzzzzz
પરિચય :
પ્રસ્તુત સમવાયમાં અગિયાર–અગિયાર સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા અગિયાર ઉપાસક પ્રતિમાઓ, ભગવાન મહાવીરના અગિયાર ગણધર, મૂળ નક્ષત્રના અગિયાર તારા, મેરુથી કે લોકાંતથી જ્યોતિષ મંડલનું અંતર; રૈવેયકનાં એક સો અગિયાર વિમાનો, નારકી તથા દેવોની અગિયાર પલ્યોપમ અને અગિયાર સાગરોપમની સ્થિતિ તથા અગિયાર ભવ કરીને મોક્ષમાં જનારા જીવોનું વર્ણન છે. | १ | एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ, तं जहा- दसणपडिमा, वयपडिमा, सामाइयपडिमा, पोसहपडिमा, काउसग्गपडिमा, बंभचेरपडिमा, सचित्तपरिण्णायपडिमा, आरंभपरिण्णायपडिमा, पेसपरिण्णायपडिमा, उद्दिट्ठभत्तपरिणायपडिमा, समणभूयपडिमा । ભાવાર્થ - શ્રાવકોની અગિયાર પ્રતિમાઓ છે, જેમ કે– (૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધોપવાસ પ્રતિમા (૫) કાયોત્સર્ગ પ્રતિમા (૬) બ્રહ્મચર્ય પ્રતિમા (૭) સચિત્ત ત્યાગ પ્રતિમા (૮) આરંભ-હિંસા કરવાના ત્યાગ પ્રતિમા (૯) પ્રેષ્ય આરંભ કરાવવાના ત્યાગની પ્રતિમા (૧૦) ઉદ્દિષ્ટ ભક્ત–દેશિક ભોજન ત્યાગ પ્રતિમા (૧૧) શ્રમણભૂત પ્રતિમા.
વિવેચન :
જે શ્રમણોની ઉપાસના કરે છે, તેને શ્રમણોપાસક કહે છે. તેના અભિગ્રહ વિશેષ અનુષ્ઠાન અથવા પ્રતિજ્ઞાને પ્રતિમા કહે છે. શ્રાવકોની અગિયાર પ્રતિમાનું સ્વરૂપ વિસ્તારથી દશાશ્રુતસ્કંધ સૂત્ર અને ઉપાસકદશાંગસૂત્રમાં સ્પષ્ટ કર્યું છે. ઉપાસક પ્રતિમાનું સ્વરૂપઃ- (૧) દર્શનપ્રતિમા– આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં દઢ શ્રદ્ધા રાખે છે. મન, વચન, કાયાથી સમ્યક્નમાં કોઈ પ્રકારના અતિચારનું કે દેવતા, રાજા આદિના કોઈપણ આગારનું સેવન કરતા નથી. એક મહિના સુધી દઢ સમ્યક્તની આરાધના કરે છે. આ પ્રકારે પ્રથમ દર્શન પ્રતિમાના ધારક વ્રતધારી શ્રાવક કહેવાય છે.
૨) વ્રત પ્રતિમા - વ્રત પ્રતિમાધારી શ્રાવક દઢ સમ્યફ્ટ સહિત પાંચ અણુવ્રતોનું અને ત્રણ ગુણવ્રતોનું નિરતિચાર પાલન કરે છે. ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, પરંતુ તેમાં સામાયિક અને દેશાવગાસિકવ્રતનું
ના અતિચારનું કે દેવતા
નથી. એક મહિના સુધી
પ્રથમ દર્શન પ્રતિમાના