________________
૫૨
શ્રી સમવાયાંગ સૂત્ર
છે. આનંદદાયક પેયવસ્તુ જેના અવયવરૂપ છે તેવા વૃક્ષો અર્થાત્ આનંદદાયક પેયવસ્તુઓ આપનારા વૃક્ષોને મત્તાંગ કહે છે. આ વૃક્ષના લો પરિપક્વ થાય ત્યારે તેમાંથી રસપ્રવાહ વહે છે. તે રસપાન કરી લોકો આનંદિત બને છે. મનુષ્ય જે પેયની ઇચ્છા કરે, તે રીતે તે વૃક્ષ સ્વયં, સ્વભાવતઃ પરિણત થઈ જાય છે. ચંદ્રપ્રભા વગેરે સુરાથી તેને ઉપમિત કર્યા છે. તે તેની મધુરતા સૂચિત કરવા માટે જ છે. આ વૃક્ષો સુરાઓ આપે છે તેમ ન સમજવું. ઉપમાઓ હંમેશાં એકદેશથી જ હોય છે. તે વૃક્ષો અમાદક એવા અમૃતમય પેય પદાર્થો વહાવે છે.
(૨) ભૃત્તાંગ :– ભાજન-પાત્ર-વાસણ આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્રાદિ વિવિધ પ્રકારના પાત્ર આકારે પરિણત થઈ જાય છે.
(૩) ત્રુટિતાંગ :– – અનેક પ્રકારના વાજિંત્ર આપનારા વૃક્ષો. આ વૃક્ષોનું અનેક પ્રકારના વાજિંત્રરૂપે પરિણમન થઈ જાય છે.
(૪) દીપશિખા :– ઉદ્યોત આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રૂપે જ ઉદ્યોત પ્રકાશ યુક્ત હોય છે. તે સંધ્યા સમયના પ્રકાશ જેવો પ્રકાશ આપે છે.
(૫) જ્યોતિષિક :– જ્યોતિ- પ્રકાશ આપનારા વૃક્ષો. આ વૃક્ષો સ્વાભાવિક રૂપે જ સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષી દેવની સમાન તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે.
(૬) ચિત્રાંગ :– માળાઓ આપનારા વૃક્ષો. તે વિસસા પરિણામથી માળારૂપે પરિણત થઈ માળાઓ પ્રાન કરે છે.
(૭) ચિત્રરસ :– વિવિધ પ્રકારના રસવંતા ભોજન આપનારા વૃક્ષો. તે સ્વભાવતઃ મધુરાદિ રસ રૂપે પરિણત થઈ વિવિધ પ્રકારના ભોજન આપે છે.
(૮) મથૅગ :– આભૂષણ આપનારા વૃક્ષો. સ્વભાવતઃ આભૂષણો રૂપે પરિણત આ વૃક્ષો યુગલિકોને આભૂષણોની પૂર્તિ કરે છે.
(૯) ગેહાકાર :– ગૃહ, નિવાસ સ્થાન આપનારા વૃક્ષો. આ વૃક્ષો મનોનુકૂલ ભવનવિધિથી યુક્ત હોય છે. ભવનના આકારવાળા આ વૃક્ષો યુગલિકોને આશ્રય આપે છે.
(૧૦) અનગ્ન ઃ– વસ્ત્ર આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્રો, છાલ આદિ સ્વભાવતઃ વસ્ત્રાકારે પરિણત થાય છે. તેના પ્રભાવે સર્વ મનુષ્યોને ઇચ્છાનુસાર વસ્ત્ર પ્રાપ્ત થઈ જાય છે. આ કલ્પવૃક્ષોનું વિશેષ વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું.
७
चउत्थीए पुढवीए दस णिरयावाससयसहस्साइं पण्णत्ताई ।
ભાવાર્થ :- ચોધી નરકપૃથ્વીમાં દશ લાખ નરકાવાસ છે.