________________
| દશનું સમવાય
[૫૧] |४| अरिहा णं अरि?णेमी दस धणूइं उड्टुं उच्चत्तेणं होत्था । कण्हे णं वासुदेवे दस धणूइं उड्डे उच्चत्तेणं होत्था । रामे णं बलदेवे दस धणूई उड्डे उच्चत्तेणं होत्था । ભાવાર્થ :- અરિષ્ટનેમિ તીર્થંકર દશ ધનુષ ઊંચા હતા. કૃષ્ણ વાસુદેવ દશ ધનુષ ઊંચા હતા. રામ(બલરામ) બલદેવ દશ ધનુષ ઊંચા હતા. | ५ | दस णक्खत्ता णाणवुड्डिकरा पण्णत्ता, तं जहा
मिगसिर अद्दा पुस्सो, तिण्णि य पुव्वा य मूलमस्सेसा ।
हत्थो चित्तो य तहा, दस वुड्डिकराई णाणस्स ।। ભાવાર્થ :- દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારા છે, જેમ કે-મૃગશીર્ષ, આદ્રા, પુષ્ય, ત્રણે ય પૂર્વા (પૂર્વા ફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા), મૂલ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા. આ દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરે છે અર્થાત્ આ નક્ષત્રોમાં ભણવાની શરૂઆત કરવાથી જ્ઞાન જલ્દી અને વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
६ अकम्मभूमियाणं मणुआणं दसविहा रुक्खा उवभोगत्ताए उवत्थिया પત્તા, ગા
मत्तंगया य भिंगा, तुडिअंगा दीव जोइ चित्तंगा।
વિરસા મળT, રોણા IT પણ ૫ III ભાવાર્થ :- અકર્મભૂમિજ મનુષ્યોના ઉપભોગ માટે દશ પ્રકારનાં વૃક્ષ (કલ્પવૃક્ષ) ઉપસ્થિત રહે છે, જેમ કે- મતંગ, ભૃગ, તૂર્યાગ, દીપાંગ, જ્યોતિરંગ, ચિત્રાંગ, ચિત્તરસ, મયંગ, ગેહાકાર અને અનન્નાંગ. વિવેચન :
જે સ્થાન પર ઉત્પન્ન થનાર મનુષ્યોને અસિ, મણિ, કૃષિ આદિ કોઈ પણ પ્રકારનું આજીવિકા સંબંધી કાર્ય કરવું પડતું નથી પરંતુ જ્યાં દરેક આવશ્યકતાઓ વૃક્ષોથી પૂર્ણ થઈ જાય છે, તેવી ભૂમિને અકર્મભૂમિ અથવા ભોગભૂમિ કહે છે અને જે વૃક્ષોથી તેઓની આવશ્યકતા પૂરી થાય તે વૃક્ષોને કલ્પવૃક્ષ કહે છે.
કલ્પવૃક્ષ – અકર્મભૂમિના મનુષ્યોનો સંપૂર્ણ જીવન નિર્વાહ કલ્પવૃક્ષ આધારિત હોય છે. તે કલ્પવૃક્ષ દસ પ્રકારના હોય છે. અમુક વૃક્ષોના ફળાદિ ખાધ આહારરૂપે પરિણત થાય છે તો અમુક વૃક્ષના પત્રાદિ વસ્ત્રરૂપે ઉપયોગમાં આવે છે. કેટલાક વૃક્ષો સૂર્ય સમ પ્રકાશ અર્પે છે. તેઓની પરિણતિના આધારે તે વૃક્ષોને ૧૦ પ્રકારમાં વિભક્ત કરવામાં આવ્યા છે. આ વૃક્ષો કલ્પવૃક્ષ રૂપે પ્રસિદ્ધ છે. (૧) મત્તાંગ -માદક રસ દેનારા. અહીં મત્ત શબ્દથી હર્ષના કારણભૂત પદાર્થો ગ્રહણ કરવામાં આવ્યા