________________
૪૮
શ્રી સમવાયાંગ સૂત્ર
દશમું સમવાય
|FP/P/P||P||P//
પરિચય :
આ સમવાયમાં દશ-દશ સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા—શ્રમણોના દશ ધર્મ, ચિત્તસમાધિનાં દશ સ્થાન, સુમેરુ પર્વતનો મૂળમાં દશ હજાર યોજન વિધ્યુંભ, ભગવાન અરિષ્ટનેમિ, કૃષ્ણ વાસુદેવ, બલદેવની દશ ધનુષની ઊંચાઇ, દશ જ્ઞાનવૃદ્ધિકારક, નક્ષત્રો, દશ કલ્પવૃક્ષો, નારકીઓ અને દેવોની દશ પલ્યોપમ અને દશ સાગરોપમની સ્થિતિ, તથા દશ ભવ કરીને મોક્ષે જનારા જીવોનું કથન છે.
१ લવિષે સમળથર્મો પળત્તે, તું બહા- હતી, મુત્તી, અન્નવે, મદ્યું, તાથવે, સબ્વે, સંગમે, તવે, વિયા, વંમનેવાલે ।
ભાવાર્થ :- શ્રમણધર્મના દસ પ્રકાર છે. યથા— ક્ષમા, નિર્લોભતા, સરળતા, નમ્રતા, લાઘવતા, સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યવાસ.
વિવેચન :
શ્રમણધર્મ— જે આરંભ–પરિગ્રહ અને ઘરબારનો ત્યાગ કરીને અને સંયમ ધારણ કરીને તેનું નિર્દોષ પાલન કરવા માટે નિરંતર શ્રમ કરે છે, તેને શ્રમણ કહે છે. શ્રમણોને પાલન કરવા યોગ્ય ધર્મને શ્રમણધર્મ કહે છે. આ સૂત્રમાં સાધકના સંયમી જીવનને પરિપકવ બનાવવા માટે, વિષયકષાયોને જીતવા
માટે ક્ષમા આદિ દસ ધર્મોનાં પરિપાલનનો ઉપદેશ છે. ચાર કષાયોમાં ક્રોધને જીતવા માટે સહનશીલતા અથવા ક્ષમાને ધારણ કરવી અતિ આવશ્યક છે. લોભકષાયના ત્યાગને માટે મુક્તિ અર્થાત્ નિર્લોભતા ધર્મનું પાલન કરવું આવશ્યક છે, માયા કષાયને જીતવા માટે આર્જવ ધર્મ અને માન કષાયને જીતવા માટે માર્દવ ધર્મનું વિધાન છે. માન કષાયને જીતવાથી લાઘવ ધર્મ સ્વતઃ સહજ પ્રાપ્ત થાય છે અને માયા કષાયને જીતવાથી સત્યધર્મ પણ પ્રગટ થાય છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિને રોકવા માટે સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યવાસ, એ ચાર ધર્મના પાલનનો ઉપદેશ છે. અહીં ત્યાગ ધર્મથી અંતરંગ, બહિરંગ દરેક પ્રકારના સંગના ત્યાગનું ગ્રહણ થાય છે. દાનને પણ ત્યાગ કહે છે. તેથી સંવિગ્ન(સમનોજ્ઞ) સાધુઓને મળેલી ભિક્ષામાંથી દાનનું કથન પણ સાધુઓનું કર્તવ્ય છે. બ્રહ્મચર્યના પાલક પરમ તપસ્વીઓની સાથે રહેવાથી જ સંયમ ધર્મનું પૂર્ણરૂપથી પાલન સંભવ છે તેથી તેને સર્વથી છેલ્લું સ્થાન આપ્યું છે.
२ दस चित्तसमाहिट्ठाणा पण्णत्ता, तं जहा - १. धम्मचिंता वा से असमुप्पण्णपुव्वा समुप्पज्जिज्जा, सव्वं धम्मं जाणित्तए, २. सुमिणदंसणे वा