________________
નવમું સમવાય
રુચિરધ્વજ, રુચિરસ્પ્રંગ, રુચિરસૃષ્ટ, રુચિરકૂટ અને રુચિરોત્તરાવતંસક નામવાળાં વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની સ્થિતિ નવ સાગરોપમની છે. આ દેવો નવ અર્ધમાસે (સાડા ચાર મહિને) આન–પ્રાણ, ઉચ્છ્વાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. આ દેવોને નવ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા થાય છે.
૪૭
११ अत्थेगइया भवसिद्धिया जीवा जे णवहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति ।
ભાવાર્થ :- કેટલાક ભવ્યસિદ્ધિક જીવો નવ ભવ ધારણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ જ દુઃખોનો અંત કરશે.
સમવાય-૯ સંપૂર્ણ