________________
દશમું સમવાય
से असमुप्पण्णव्वे समुप्पज्जिज्जा, अहातच्चं सुमिणं पासित्तए, ३. सण्णिणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जिज्जा, पुव्वभवे सुमरित्तए, ४. देवदंसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जिज्जा, दिव्वं देविड्डि दिव्वं देवजुई दिव्वं देवाणुभावं पासित्तए, ५. ओहिणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जिज्जा, ओहिणा लोगं जाणित्तए, ६. ओहिदंसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जिज्जा, ओहिणा लोगं पासित्तए, ७. मणपज्जवणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जिज्जा, जाव अद्धतईयदीवसमुद्देसु सण्णीणं पंचिंदियाणं पज्जत्तगाणं मणोगए भावे जाणित्तए, ८. केवलणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जिज्जा, केवलं लोयं जाणित्तए, ९. केवलदंसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जिज्जा, केवलं लोयं पासित्तए, १०. केवलिमरणं वा मरिज्जा सव्वदुक्खप्पहीणाए ।
ભાવાર્થ :- ચિત્ત સમાધિના દસ સ્થાન આ પ્રમાણે છે–
(૧) પૂર્વે અનુત્પન્ન (પહેલાં ક્યારે ય ઉત્પન્ન થયું નથી તેવું) ધર્મ ચિંતન-ધર્મ ભાવના ઉત્પન્ન થાય છે, ત્યારે ધર્મના સ્વરૂપને જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે.
૪ ૯
(૨) સ્વપ્ન દર્શનમાં પૂર્વે ક્યારે ય નહીં જોયેલા વિશિષ્ટ યથાર્થ સ્વપ્ન જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. પૂર્વે અનુત્પન્ન સંજ્ઞીજ્ઞાન (જાતિસ્મરણ જ્ઞાન) ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના સંજ્ઞી પંચેન્દ્રિયપણાના પૂર્વ ભવોને જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે.
(૩)
(૪) પૂર્વે ક્યારેય દર્શન નહીં થયેલા દેવ દર્શન (દેવોના સાક્ષાત્કાર)થી, દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ, દિવ્ય દેવાનુભાવ(દેવ પ્રભાવ) જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે.
(૫–૬)પૂર્વે અનુત્પન્ન અવધિજ્ઞાન-અવધિદર્શન ઉત્પન્ન થાય, ત્યારે તે અવધિજ્ઞાન-અવધિદર્શનથી રૂપી પદાર્થોને જાણીને-જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે.
(૭) પૂર્વે અનુત્પન્ન મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે મનુષ્ય ક્ષેત્રમાં એટલે અઢીદ્વીપ સમુદ્રમાં રહેલા પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને (વિચારોને) જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૮–૯) પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય, ત્યારે સંપૂર્ણ લોકને જાણીને-જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે.
(૧૦) પૂર્વે અનુત્પન્ન કેવળી મરણ(કેવળીનું નિર્વાણ-મોક્ષ ગમન) પ્રાપ્ત થાય ત્યારે સર્વ દુઃખોનો અંત થવાથી આત્મા શાશ્વત સમાધિમાં સમાધિસ્થ બને છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચિત્તને પ્રસન્ન બનાવનારા દસ સમાધિસ્થાનોનું વર્ણન છે. જેમ કોઈ પુરુષાર્થશીલ