SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નવણ સમવાય | ५ | अभीइणक्खत्ते साइरेगे णव मुहुत्ते चंदेण सद्धिं जोगं जोएइ । अभीजियाइया णव णक्खत्ता चंदस्स उत्तरेणं जोगं जोएंति, तं जहा- अभीइ सवणो जाव भरणी । ભાવાર્થ :- અભિજિત નક્ષત્ર સાધિક નવ મુહૂર્ત પયંત ચંદ્ર સાથે યોગ કરે છે. અભિજિત વગેરે નવ નક્ષત્ર ચંદ્ર સાથે ઉત્તર દિશા તરફથી યોગ કરે છે, અભિજિત, શ્રવણથી લઈને ભરણી સુધીના નવ નક્ષત્ર જાણવા જોઈએ. વિવેચન : જે નક્ષત્ર પરિભ્રમણ કરતાં-કરતાં જેટલો સમય ચંદ્રની સાથે રહે છે, તેનો તે ચંદ્ર સાથેનો યોગ કહેવાય છે. અભિજિત વગેરે નવ નક્ષત્ર ઉત્તર દિશાથી ચંદ્ર સાથે યોગ કરે છે, તેનાં નામ આ પ્રમાણે છેઅભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર પ્રાભૃત-૧૦, પ્રતિ પ્રાભૃત-૧૧ માં.. ને તથા વેકસ ૩ ગોયું નહિ તેમાં વારસ... સૂત્ર પાઠ સૂચિત કરે છે કે અભિજિતથી સ્વાતિ પર્વતના ૧૨ નક્ષત્રો ઉત્તરદિશાથી ચંદ્ર સાથે યોગ કરે છે. પ્રસ્તુત નવમું સમવાય હોવાથી નવનક્ષત્રના નામ કહ્યા છે, પરંતુ પૂર્વા ફાલ્ગની, ઉત્તરાફાલ્ગની તથા સ્વાતિ નક્ષત્ર પણ ઉત્તરદિશાથી ચંદ્ર સાથે યોગ કરે છે, તેમ સમજવું | ६ इमीसे णं रयणप्पभाए बहुसमरमणिज्जाओ भूमिभागाओ णव जोयणसए उड्टुं अबाहाए उवरिल्ले तारारुवे चारं चरइ । जंबुद्दीवे णं दीवे णवजोयणिया मच्छा पविसिंसु वा पविसति वा पविसिस्सति वा । विजयस्स णं दारस्स एगमेगाए बाहाए णव णव भोमा पण्णत्ता ।। ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિ ભાગથી નવસો યોજન ઉપર અબાધિત રૂપે તારાઓ સંચાર કરે છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં નવ યોજનવાળા માછલાં ભૂતકાળમાં નદીના મુખથી પ્રવેશ કરતાં હતાં, વર્તમાનમાં પ્રવેશ કરે છે અને ભવિષ્યમાં પ્રવેશ કરશે. જંબૂદ્વીપના વિજય નામના પૂર્વ દ્વારની બંને બાજુ નવ-નવ ભોમ અર્થાત્ વિશિષ્ટ ભવન છે. |७ वाणमंतराणं देवाणं सभाओ सुहम्माओ णव जोयणाई उठं उच्चत्तेणं पण्णत्ताओ। ભાવાર્થ - વાણવ્યંતર દેવોની સુધર્મા નામની સભાઓ નવ યોજન ઊંચી છે. ८ दसणावरणिज्जस्स णं कम्मस्स णव उत्तरपगडीओ पण्णत्ताओ,
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy