________________
| ૪૪ |
શ્રી સમવાયાંગ સૂત્ર
सेवित्ता भवइ, इत्थीणं इंदियाणि मणोहराई मणोरमाई आलोइत्ता णिज्झाइत्ता भवइ, पणीयरसभोई भवति, पाण-भोयणस्स अइमायाए आहारइत्ता भवइ, इत्थीण पुव्वरयाई पुव्वकीलियाई समरइत्ता भवइ, सद्दाणुवाई रूवाणुवाई गंधाणुवाई रसाणुवाई फासाणुवाई सिलोगाणुवाई भवइ, सायासुक्खपडिबद्धे यावि भवइ । ભાવાર્થ :- બ્રહ્મચર્યની નવ અગુપ્તિઓ (વિનાશકારિણી) છે, જેમ કે–૧.સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત શય્યા, આસનનું સેવન કરવું. ૨. સ્ત્રીઓ સંબંધી વાતો કરવી, સ્ત્રીઓની કથાઓ કહેવી. ૩. સ્ત્રીના સ્થાન, આસનનું સેવન કરવું અર્થાત્ તેની સાથે એક આસને બેસવું અથવા સ્ત્રી બેઠેલી હોય તે જગ્યાએ બેસવું. ૪. સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો અને મનોરમ્ય અંગોને જોવાં અને તેનું ચિંતન કરવું. ૫. માદક રસયુક્ત ભારે પદાર્થનું ભોજન કરવું. ૬. વધારે પ્રમાણમાં આહાર-પાણી વાપરવાં. ૭. સ્ત્રીઓની સાથે પૂર્વે ભોગવેલા રતિ કે ક્રીડાઓ યાદ કરવાં. ૮, કામોદ્દીપક શબ્દો સાંભળવા, કામોદ્દીપક રૂપો જોવાં, કામોદ્દીપક ગંધ સંઘવી, કામોદ્દીપક રસોનો સ્વાદ લેવો, કામોદ્દીપક સુંવાળી કોમળ પથારીનો સ્પર્શ કરવો, તેના ઉપર બેસવું, સૂવું, પ્રસંશાવચનો સાંભળવામાં આસકત રહેવું. ૯. સુખમાં આસક્ત રહેવું, સુખ માટે લાલાયિત રહેવું.
તાત્પર્ય એ છે કે, આ નવ પ્રકારનાં કાર્યોના સેવનથી બ્રહ્મચર્ય નાશ પામે છે, માટે તેને બ્રહ્મચર્યની અગુપ્તિ કહે છે. | ३ णव बंभचेरा पण्णत्ता तं जहा
सत्थपरिण्णा लोगविजयो, सीओसणिज्जं सम्मत्तं।
आवंति धुत विमोहा, उवहाणसुयं महापरिण्णा।।१।। ભાવાર્થ :- બ્રહ્મચર્યના (આચારાંગ સૂત્રના) અધ્યયન નવ છે, જેમ કે- ૧. શસ્ત્રપરિજ્ઞા ૨. લોક વિજય ૩. શીતોષ્ણીય ૪. સમ્યક્ત પ. આવંતી . ધૂત ૭. વિમોહ ૮. ઉપધાન શ્રત ૯. મહાપરિજ્ઞા. વિવેચન :
કુશળ કે પ્રશસ્ત આચરણને બ્રહ્મચર્ય કહે છે અને તેનું કથન કરનારા અધ્યયન પણ બ્રહ્મચર્ય કહેવાય છે. આચારાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધમાં કુશળ અનુષ્ઠાનોનાં પ્રતિપાદક નવ અધ્યયન છે. તેને અહીં 'નવખંભચેર' નામથી કહ્યા છે. નિશીથ સૂત્રનાં ઓગણીસમા ઉદ્દેશકમાં પણ આ અધ્યયનોને નવખંભચેર કહ્યા છે. |४ पासे णं अरहा पुरिसादाणीए णव रयणीओ उट्टुं उच्चत्तेणं होत्था ।
ભાવાર્થ :- પુરુષાદાનીય પાર્શ્વનાથ અરિહંત ભગવાન નવ હાથ ઊંચા હતાં.