________________
[ ૪૦]
શ્રી ઠાણાગ સત્ર-૨
સ્થાન-૫
ઉદ્દેશક-ર
મહાનદી પાર કરવાની મર્યાદા:| १ णो कप्पइ णिग्गंथाणं वा णिग्गंथीणं वा इमाओ उद्दिवाओ गणियाओ वियंजियाओ पंच महण्णवाओ महाणईओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो વા સત્તરિપ વા સંતરિત્તર વા, સંનહીં- IT, બળ, સર, પરવર્ક, મહી .
पंचहिं ठाणेहिं कप्पइ, तं जहा- भयंसि वा, दुब्भिक्खंसि वा, पव्वहेज्ज वा णं कोई, दओघसि वा एज्जमाणसि महया वा, अणारिएसु । ભાવાર્થ - નિર્ગથ અને નિગ્રંથીઓને, મહાનદીરૂપે કહેવાયેલી, ગણાયેલી, પ્રસિદ્ધ મહાર્ણવ જેવી પાંચ મહાનદીઓને એક મહિનામાં બે વાર કે ત્રણવાર ઉતરવી, નૌકાથી પાર કરવી કલ્પતી નથી, તેના નામ આ પ્રમાણે છે– (૧) ગંગા (૨) યમુના (૩) સરયૂ (૪) ઐરાવતી (૫) મહી.
પાંચ કારણે આ મહાનદીઓ ઉતરવી કે નૌકાથી પાર કરવી કહ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપકરણ અપહરણ આદિ કોઈપણ પ્રકારનો ભય હોય ત્યારે (૨) દુર્ભિક્ષ હોય ત્યારે (૩) કોઈ વ્યક્તિ પરાણે ગંગાદિ નદીમાં ડૂબાડે ત્યારે (૪) પૂર આવે ત્યારે (૫) અનાર્ય પુરુષો ઉપદ્રવ કરે ત્યારે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીઓ માટે મહાનદીઓ ચાલીને ઉતરવાની કે નૌકાથી પાર કરવાની મર્યાદાના અતિક્રમણનો નિષેધ કર્યો છે અને તે નિષેધનો અપવાદ પણ સૂચિત કર્યો છે. મહાનો - જે નદીઓ ખુબ ઊંડી હોય તેને મહાનદી કહે છે. સૂત્રકારે મહાનદી માટે ચાર વિશેષણ પ્રસ્તુત કર્યા છે. દિકાળો – ઉદિષ્ટ. તે તે નદીને ઉદ્દેશીને આ 'મહાનદી' છે, તેમ કહેવામાં આવતું હોય. ળિયા - ગણિતક. જેની મહાનદીરૂપે ગણના થતી હોય. વિનિયો - વ્યંજિત. ગંગા, યમુના વગેરે પોતાના નામથી જ મહાનદી રૂપે પ્રસિદ્ધ હોય. મદUળવાળો – મહાર્ણવ. જે નદીમાં સમુદ્રની જેમ અગાધ જલરાશિ હોય, જે નદીઓ સમુદ્રમાં મળ તી હોય તેને મહાર્ણવ કહે છે.