________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક-૨
અહીં પાંચ નામ જ આપ્યા છે પરંતુ ઉપલક્ષણથી આવી બીજી નદીઓનો પણ સમાવેશ થઈ જાય છે.
ટીકાકારે નદી ઉતરવાના કે નૌકા દ્વારા પાર કરવાના સંભવિત ચાર દોષોની ચર્ચા કરી છે (૧) મગર મચ્છાદિ દ્વારા ગળી જવાનો ભય, (૨) ચાંચીયાઓ દ્વારા લૂંટાઈ જવાનો ભય, (૩) જલકાયિક જીવોની વિરાધના અને (૪) અન્ય ત્રસ જીવોની વિરાધના તથા ડૂબી જાય તો આત્મવિરાધના વગેરે દોષોની સંભાવના રહે છે.
સાધુને અહિંસાદિ વ્રતની આરાધના માટે આ પાંચ મહાનદીઓ અને ઉપલક્ષણથી અન્ય મહાનદીઓને પાર કરવી કલ્પનીય નથી પરંતુ રાજાદિકનો ભય વગેરે સૂત્રોક્ત કારણો ઉપસ્થિત થાય ત્યારે સંયમ જીવનની સુરક્ષા માટે અપવાદ માર્ગે નદીને ઉતરવી કહ્યું છે. તેમાં પણ મહાવ્રતની જ રક્ષા છે. વર્ષાવાસ કલ્પમાં વિહાર નિષેધ - | २ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण व पढमपाउसंसि गामाणुगामं दूइज्जित्तए । पंचहिं ठाणेहिं कप्पइ, तं जहा- भयंसि वा, दुब्भिक्खंसि वा, पव्वहेज्ज वा णं कोई, दओघंसि वा एज्जमाणंसि महया वा, अणारिएहिं । ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને પ્રથમ પ્રાકૃષમાં ગ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી પરંતુ પાંચ કારણે વિહાર કરવો કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપકરણ અપહરણ વગેરેનો ભય હોય, (૨) દુર્ભિક્ષ હોય, (૩) રાજાદિ દ્વારા નગરમાંથી નીકળી જવાનો આદેશ અપાયો હોય, (૪) પૂર આવ્યું હોય, (૫) અનાર્યો ઉપદ્રવ કરતા હોય. | ३ वासावासं पज्जोसवियाणं णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा गामाणुगाम दूइज्जित्तए ।
पंचहि ठाणेहिं कप्पइ, तं जहा- णाणट्ठयाए, दंसणट्ठयाए चरित्तट्ठयाए आयरिय-उवज्झाया वा से वीसुभेज्जा, आयरिय-उवज्झायाण वा बहिया वेयावच्चकरणयाए। ભાવાર્થ :- પર્યુષણા કલ્પ વ્યતીત થયા પછી વર્ષાવાસમાં નિગ્રંથ અને નિગ્રંથીઓને પ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી પરંતુ પાંચ કારણે વિહાર કરવો કલ્પે છે, તે આ પ્રમાણે છે
| (૧) વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ માટે (૨) દર્શન પ્રભાવક શાસ્ત્રના અર્થ સમજવા માટે (૩) ચારિત્રની રક્ષા માટે (૪) આચાર્ય અને ઉપાધ્યાયનું મૃત્યુ થાય તો તે માટે (૫) વર્ષાવાસક્ષેત્રની બહાર રહેનારા આચાર્ય અને ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવા માટે.