________________
[ ૩૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
હોય છે. તેથી તેઓ (સકલ પ્રત્યક્ષજ્ઞાની-કેવળી હોવાથી) કેવળ મરણે મરે છે.
તાત્પર્ય એ છે કે પ્રથમ બે સૂત્રમાં મતિ, શ્રુત અજ્ઞાનીનું, ત્રીજા-ચોથા બે સૂત્રમાં મતિ, શ્રુતજ્ઞાની, પાંચમા, છટ્ટા બે સૂત્રમાં વિકલ પ્રત્યક્ષજ્ઞાની અને સાતમા, આઠમા સૂત્રમાં સકલ પ્રત્યક્ષજ્ઞાનીનું કથન છે.
આ સૂત્રોમાં પ્રયુક્ત હેતુ શબ્દથી કાર્યકારણ ભાવને અનુલક્ષીને ન્યાય દષ્ટિથી(ચાયગ્રંથોમાં વર્ણિત વિવેચના વિધિથી) સાધ્ય, સાધક, દષ્ટાંત, ઉપનય, નિગમન રૂપે પણ વિશ્લેષણ કરી શકાય છે. પરંતુ સૂત્રોમાં અજ્ઞાનમરણ, છાઘસ્થિક મરણ અને કેવળીમરણનું કથન હોવાથી અહીં જ્ઞાન તથા આચરણની પ્રમુખતાએ વિશ્લેષણ કર્યું છે.
હેતુ સંબંધી આ સંક્ષિપ્ત સૂત્રોનું તાત્પર્ય સમજવું અતિ કઠિન છે. તેથી જ નવાંગી ટીકાકાર આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ આ સૂત્રની સુવિસ્તૃત વિવેચના કરીને અંતે આ પ્રમાણે કહ્યું છે કેअर्थगमनिका-मात्रमेवेदम् । अष्टानामप्येषां सूत्राणां भावार्थ तु बहुश्रुताः विदन्ति । = અમોએ ઉક્ત સૂત્રોના અર્થ ભગવતી સૂત્રની ચૂર્ણિ અનુસાર લખ્યા છે. તે સૂત્ર અને પદોની ગમનિકા (શબ્દપરક અર્થ વિવેચના)માત્ર છે. વિશેષમાં આ સૂત્રોનો વાસ્તવિક અર્થ-પરમાર્થ તો બહુશ્રુત આચાર્ય જ જાણે છે. કેવળજ્ઞાનીના અનુત્તર સ્થાનો:
६८ केवलिस्स णं पंच अणुत्तरा पण्णत्ता, तं जहा- अणुत्तरे णाणे, अणुत्तरे दसणे, अणुत्तरे चरित्ते, अणुत्तरे तवे, अणुत्तरे वीरिए । ભાવાર્થ - કેવલીના પાંચ સ્થાન અનુત્તર-સર્વોત્તમ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) અનુત્તર જ્ઞાન (ર) અનુત્તર દર્શન (૩) અનુત્તર ચારિત્ર (૪) અનુત્તર તપ (૫) અનુત્તર વીર્ય- મોક્ષ માર્ગમાં પરાક્રમ. વિવેચન :
ચાર ઘાતિકર્મોનો ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જીવ કેવળી બને છે. ત્યારે તેને જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી અનુત્તર કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી કેવળદર્શન પ્રાપ્ત થાય છે. મોહનીય કર્મના ક્ષયથી અનુત્તર ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તપ ચારિત્રનો જ એક પ્રકાર છે. તેરમા ગુણસ્થાનકની અંતિમ ક્ષણોમાં જીવ શુક્લ ધ્યાનના અંતિમ ભેદોમાં પ્રવૃત્ત થાય છે, તે તેનું અનુત્તર તપ છે. વીર્યંતરાય કર્મના ક્ષયથી અનુત્તર વીર્ય = શક્તિ પ્રગટે છે. અyત્તરે વરિષ - પરમ શુક્લ લેગ્યા. શુક્લ ધ્યાન, યથાખ્યાત ચારિત્ર આદિના સદ્ભાવ કેવલીને મહત્તમ કર્મ નિર્જરા થાય છે, તે જ તેનું અનુત્તર વીર્ય(મોક્ષ પ્રાપ્તિરૂપ પરાક્રમ) છે. તીર્થકરોના જન્માદિ સમયના નક્ષત્રો - |६९ पउमप्पहे णं अरहा पंच चित्ते होत्था, तं जहा- चित्ताहिं चुए चइत्ता